તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat શેડ ખાલી કરાવવા પ્રમુખ સહિત 11એ ખોટા દસ્તાવેજો મૂક્યાં

શેડ ખાલી કરાવવા પ્રમુખ સહિત 11એ ખોટા દસ્તાવેજો મૂક્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધના મગદલ્લા રોડ ખાતે શ્રી રાધાકૃષ્ણ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલ મહિલાનો શેડ ખાલી કરાવવા માટે કોર્ટમાં બોગસ ડોક્યુમેન્ટ રજુ કરવા માટે સોસાયટીના પ્રમુખ સહિત ૧૧ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ભટાર રોડ ઉમાભવન પાસે અમૃતકુંજ ઍપાર્ટમેન્ટમાં રહેતા રામપાલ બજરંગ ગાડોદિયા ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ખાતુ ધરાવે છે. આ ખાતુ તેમની પત્ની સુધાદેવીના નામે આવેલું છે. આ ઉપરાંત તેમની સાત દુકાનો પણ છે દરમિયાન સોસાયટીના પ્રમુખ વિનોદચંદ્ર કાંતિલાલ રેશમવાલા સહિતના સોસાયટીના સભ્યોઍ આ શેડ ખાલી કરાવવા માટે કોર્ટમાં બોગસ ડોક્યુમેન્ટ રજુ કર્યા હતા. તેમજ સુધાદેવી સોસાયટીના સભ્ય ન હોવાની દલીલો કરી હતી જાકે કોર્ટે તેમનો દાવો કાઢી નાખ્યો હતો. 2014થી આ કાયદાકીય યુદ્ધ ચાલતું હતું. દરમિયાન સુધાદેવીઍ તેમના શેડ ખાલી કરાવવા માટે ફોર્જરીના આસયથી બોગસ દસ્તાવેજ તૈયાર કર્યા હોવા મામલે વિનોદચંદ્ર રેશનવાલા સહિતના અગિયાર જેટલા સભ્યો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...