તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 3 બળદગાડી 8 હાથલારી સાથે કાઢેલી રેલીને પોલીસે અટકાવી

3 બળદગાડી-8 હાથલારી સાથે કાઢેલી રેલીને પોલીસે અટકાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ પણ હાઇકોર્ટના આદેશ અને પોલીસના સૂચનનું ઉલ્લંઘન કરીને કેટલીક માર્કેટો દ્વારા વસૂલાતા પાર્કિંગ ચાર્જ અને પીળા પટ્ટામાં કોમર્શિયલ વાહનો પાર્ક નહીં કરવા દેવાની પોલીસની દાદાગીરીના વિરોધમાં મંગળવારે 3 લેબર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા માર્કેટના મલ્ટીલેવલ પાર્કિંગથી 3 ઊંટગાડી અને 8 હાથલારી સાથે ડિલીવરી માટે નીકળેલી રેલીને પોલીસે ખોરવી નાંખી હતી. પરવાનગી નહીં લીધી હોવાનું કારણ આપી રસ્તે જ પાર્સલ ઉતારી દઇ ઊંટગાડી અને હાથલારીને હંકારી દેવાઇ હતી.

માર્કેટના વેપારીઓ મનમાની ચાલુ રાખીને પાર્કિંગ ચાર્જ વસૂલાત કરી રહ્યા છે. વેપારીઓ અને પોલીસની દાદાગીરીના વિરોધમાં મંગળવારે બપોરે અભિષેક માર્કેટની બાજુમાં આવેલા પાલિકાના મલ્ટીલેવલ પાર્કિગથી 3 ઊંટગાડી અને 8 હાથલારીઓ સાથે નીકળેલી ફિનિશ્ડ કાપડની રેલીને સલાબતપુરા ડી-સ્ટાફ દ્વારા અનુપમ માર્કેટ પાસે પહોંચેલી રેલીને ખોરવી નાંખી હતી. રસ્તે જ ગાડામાંથી કાપડ ઉતારીને ઊંટગાડી અને હાથલારીને હંકારી દેવામાં આવી હતી.

માર્કેટ પાસે ઊંટગાડીમાં રેલી કાઢી.

સમસ્યા વધી છે
પાલિકા, પોલીસ અને વેપારીઓની સંમતિથી જ માર્કેટમાં પીળા પટ્ટા દોરવામાં આવ્યા હતા. પોલીસે પીળા પટ્ટા પર વાહનો પાર્ક કરવા દેવા જોઇએ. સીઝન છે ત્યારે ગ્રેનો વીવર્સને ત્યાં ઢગલો પડી રહ્યો છે. પ્રોસેસર્સ પાસે માલ જતો નથી. નાના વેપારીઓ પણ મિલમાં 40 થી 50 ટકા ઓછો માલ મોકલે છે. મનોજ અગ્રવાલ, પ્રમુખ, ફોસ્ટા

3-બી રિટર્ન ફાઇલ કરવાની તારીખ 24મી સુધી કરાઇ
બિઝનેસ રિપોર્ટર | સુરત

3-બી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 20 ઓગષ્ટથી વધારીને તા.24 ઓગષ્ટ કરાઇ છે. છેલ્લાં બે દિવસથી સાઇટનું સર્વર ડાઉન થતાં રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. છેલ્લાં બે દિવસથી 3બી રિટર્ન ફાઇલ કરનારી સાઇટ ડાઉન થઇ હતી. રિટર્ન માટેની પ્રક્રિયા બાદ પણ ફોર્મ 10 થી 15 મિનિટ પછી સ્ક્રીન સામે દેખાતું હતું. જેને લઇને સીએ વર્ગને પણ 3બી રિટર્નમાં સમસ્યા સર્જાઇ હતી. તા.20 ઓગષ્ટ છેલ્લી તારીખ હતી ત્યારે ઓચિંતી સાઇટ ડાઉન થતાં લોકો હેરાન થયા હતા. તેમ છતાં તા.21મીએ બપોરે થયેલી જાહેરાત પ્રમાણે છેલ્લી તા.24મી ઓગષ્ટ કરાઇ છે. ત્યારે છેલ્લાં બે દિવસમાં રિટર્ન ફાઇલ કરાવવા દોડી ગયેલા વેપારી વર્ગને ભાગે પેનલ્ટી ભરવાની થઇ છે.

101 સોસાયટી-એપાર્ટમેન્ટમાંથી પાલિકાએ કચરો લેવાનું બંધ કર્યું
સૂકો-ભીનો કચરો અલગ નહીં રાખતા પાલિકાએ કાર્યવાહી કરી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

સૂકો અને ભીનો કચરો અલગ નહીં રાખનારી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ વિરુદ્ધ મંગળવારે પાલિકાએ ગંજીપો ચિપ્યો હતો. પાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ વ્યવસ્થા હેઠળ મંગળવારથી અઠવા, કતારગામ અને વરાછા ઝોની આવી 101 રહેણાંક અને કોમર્શિયલ સોસાયટીઓમાંથી કચરો લેવાનું બંધ કરાયું હતું. આ પૂર્વે પાલિકા તરફથી સુકો અને ભીનો કચરો અલગ રાખવા નોટિસ અપાઇ હતી. જેમાં આ સોસાયટીઓએ બેદરકારી દાખવતા કાર્યવાહી કરાઇ હતી. પાલિકા દ્વારા આવી તમામ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોનું લિસ્ટ પણ તૈયાર કરાયું છે.

અહીંયાં થઇ કાર્યવાહી
પાલિકાના ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુકો-ભુનો કચરો અલગ નહી કરનારી અઠવાની 24, વરાછા ઝોનની 14,કતારગામ ઝોનની 55 સોસાયટીઓ અને 18 હાઈરાઈઝમાં કચરો લેવાનું બંધ કરાયું છે.

સ્વચ્છતામાં સુરત 14મા ક્રમે ધકેલાયું હતું
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મનપા છેક 14 મા ક્રમે ધકેલાઈ ગઈ હોય આ ક્રમ પાછળ જવામાં જવાબદાર કારણોમાંનું એક કારણ સુકો અને ભીનો કચરો અલગ અલગ આપવાનો છે.

અન્ય સમાચારો પણ છે...