તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્સમાતના બે બનાવમાં રૂ. 31.59 લાખનું વળતર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | વાલીયાઅને પુણાગામ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં મરનારના વારસદારોની વળતર અરજી કોર્ટે અંશત: ગ્રાહ્ય રાખી પોલીસ કોન્સ્ટેબલના વારસદારને રૂ.13.54 લાખ અને જમીન દલાલના વારસદારોને રૂ.17.94 લાખનું વળતર વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યા હતા.

સોનગઢ ખાતે રહેતા રાજુભાઇ પાડવી પોલીસ કોન્સ્ટેબલ હતા. ગઇ તા. 5-10-2004ના રોજ રાજુભાઇ બાઇક ઉપર વાલીયાથી નેત્રંગ જઇ રહ્યા હતા ત્યારે સીતારામ હોસ્પિટલ પાસે ટાટા જીપના ચાલકે અડફેટમાં લેતાં તેનું મોત થયું હતું. મરનારની પત્ની કરૂણાબેન અને વારસદારોએ અકસ્માત વળતર મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે રૂ.13,54,808નું વળતર અરજી કર્યાની તારીખથી 9 ટકાના વ્યાજ સહિત ચુકવવાનો જીપ માલિકને આદેશ આપ્યો હતો.

બીજા કેસમાં પુણાગામ સીતારામ સોસોયટીમાં રહેતા ધીરૂભાઇ બદલાણી જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તા. 5-1-2011ના રોજ ધીરૂભાઇ પોતાના બાઇક ઉપર સવાર થઇને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે કુંભારીયાગામ પાસે ટ્રક ચાલકે અડફેટમાં લેતાં ધીરૂભાઇનું મોત નિપજ્યું હતું. મરનાર ધીરૂભાઇની વિધવા કવતુબેન અને બાળકોએ વળતર મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે રૂ.17,94,800નું વળતર અરજી કર્યાની તારીખથી 9 ટકાના વ્યાજ સહિત ચૂકવવા ટ્રક માલિક લલિત રાજપુત અને શ્રી રામ વિમા કંપનીને આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો