તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપ્તાહમાં પારો 40 ડિગ્રીને પાર કરી શકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાબે દિવસથી તાપમાનમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. આજે તાપમાનનો પારો વધીને 38 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. દરિયાઈ પવનો શરૂ થતા આજે તાપમાનનો પારો બે ડિગ્રી વધી ગયો હતો. દરિયાઈ પવનોને કારણે લોકોએ ગરમ હવાની અનુભૂતિ કરી હતી. આગામી અઠવાડિયામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ પાર કરી જાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં તાપમાનનો પારો પ્રતિદિન વધી રહ્યો છે. આજે મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. લઘુત્તમ તાપમાન પણ નહીવત વધારા સાથે 23.8 ડિગ્રી નોંધાયુ છે. દિવસ દરમિયાન પશ્ચિમ તરફથી 7 કિલોમીટરની ઝડપે પવનો ફુંકાયા હતા. દરિયા તરફના પવનો હોવાને કારણે આજે તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. સાથે ગરમ હવાઓનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. તાપમાનમાં વધારાનો સિલસિલો આગામી અઠવાડિયા સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગે અઠવાડિયામાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની આગાહી બે દિવસ પહેલા કરી હતી. જેની અસર આજે અચાનક વધેલા તાપમાન પરથી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો