તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂટર અથડાવી ગઠિયા 1 લાખ તફડાવી રફુચક્કર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાઉધના દરવાજા નજીક બેંકમાં રૂપીયા જમા કરાવવા જઈ રહેલા ગેસ એજન્સીના મેનેજર સાથે સ્કુટર અથડાવી ગઠીયા રૂ.1 લાખ તફડાવી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે મેનેજરે ખટોદરા પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે ગઠીયાઓની શોધખોળ હાથ ધરી છે.

ભટાર વનીતાપાર્ક ખાતે રહેતા કમલેશભાઈ ઠાકોરભાઈ દેસાઈ ઉધના દરવાજા પાસે ગેસ એજન્સીમાં મેનેજર છે. તેઓ સોમવારે તેમની ઓફીસે થી રોકડા રૂ.1 લાખ લઈ ઉધના દરવાજા પાસે આવેલી બેંકમાં રૂપીયા જમા કરાવવા માટે પગપાળા નિકળ્યા હતા. દરમિયાન ઉધના દરવાજા બ્રીજની નીચે વળાંક પાસે એક એક્ટીવા સવાર રોંગ સાઈડમાં સામેથી આવ્યો હતો અને તેમની સાથે એક્ટીવા અથડાવી દીધી હતી. દરમિયાન બીજા બે અજાણ્યાઓ ત્યા આવી ગયા હતા અને તેમને મદદ કરવાના બહાને તેમના ખીસ્સા માંથી રોકડા રૂ.1 લાખ તફડાવી લીધા હતા. ગણતરીની મીનીટોમાં કઈક અજુગતુ બન્યુ હોવાની શંકા જતા કમલેશભાઈએ ખીસ્સુ ચેક કર્યુ હતુ અને તેઓ ચોંકી ઉઠ્યા હતા. જોકે ત્યા સુધીમાં તો રૂપીયા તફડાવનાર ગઠીયો પલાયન થઈ ગયો હતો. જેથી કમલેશભાઈએ ખટોદરા પોલીસ મથકમાં ત્રણે સામે ચોરીની ફરીયાદ નોંધાવી હતી. કમલેશભાઈની ફરીયાદના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી સીસી ટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ગેસ એજન્સીના મેનેજરને કડવો અનુભવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો