તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • માતા દીકરાને સ્કૂલે મૂકવા ગઈ ને ઘરે સિલિન્ડર અને ફ્રીજમાં બ્લાસ્ટ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતા દીકરાને સ્કૂલે મૂકવા ગઈ ને ઘરે સિલિન્ડર અને ફ્રીજમાં બ્લાસ્ટ થયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાયર બ્રિગેડ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, કાપોદ્રા પોલીસ સ્ટેશન પાછળ ઠાકોરદ્વાર સોસાયટીમાં ઘર નંબર 193 ખાતે અલ્પેશ વલ્લભભાઈ જસાણી પરિવાર સાથે રહે છે. મંગળવારે સવારે અલ્પેશ નિત્યક્રમ મુજબ નોકરી પર ગયા હતા અને તેમના પત્ની પુત્રને સ્કૂલ પર મુકવા માટે ઘર બંધ કરીને ગયા હતા. દરમિયાન તેમના ઘરેે ગેસ લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકો થઈ આગ ભભૂકી ઉઠી હતી. એકાએક જોરદાર ધડાકો થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર ઓફિસર કીર્તિ મોઢ લાશ્કરો સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા અને આગ પર કાબૂ મેળવતાં અડધો કલાક લાગ્યો હતો.

ફાયર ઓફિસર કીર્તિ મોઢે જણાવ્યું હતું કે, ગેસ લીકેજ થઈ બંધ ઘરમાં ગેસનો ભરાવો થઈ જતાં તેને સ્પાર્ક મળતાં ફ્લેશ ફાયર થઈ હતી અને સાથે સિલિન્ડર અને ફ્રિઝના કોમ્પ્રેસરમાં પણ બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં ઘરના રસોડાની તથા બાથરૂમની દીવાલ તૂટી ગઈ હતી તથઆ ટીવી, ફ્રિઝ, ઘરઘંટી, કરિયાણું, ફર્નિચર સહિતની ઘરવખરી ખાખ થઈ ગઈ હતી. માંડ અડધો કલાક ઘર બંધ રહ્યું ને દુર્ઘટના સર્જાઈ હતી. જો ઘરમાં કોઈ વ્યક્તિ હાજર હોત તો જાનહાનિની શક્યતા હતી, પણ સદનસીબે મહિલા બાળકને મુકવા જતાં બંને ઉગરી ગયા હતા.

જોરદાર ધડાકાને પગલે ઘરની બે દીવાલો તૂટી પડી, આગથી તમામ ઘરવખરી ખાખ, આસપાસના રહેવાસીઓએ ફાયર ખાતાને જાણ કરી

કાપોદ્રાની ઠાકોરદ્વાર સોસાયટીના બંધ મકાનમાં ફ્લેશ ફાયરની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો