તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • છેલ્લા 2 વર્ષમાં 783 પ્રોફેસરની ભરતી છતાં કોલેજોમાં અછત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેલ્લા 2 વર્ષમાં 783 પ્રોફેસરની ભરતી છતાં કોલેજોમાં અછત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર કોલેજોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 783 પ્રોફેસરની ભરતી કરવામાં આવી છે. તેમ છતાં હજી કોલેજોમાં પ્રોફેસરોની અછત જોવા મળી રહી છે. એટલુ નહી, યુનિવર્સિટીઓમાં એચઓડી તેમજ પ્રોફેસરની ભારે અછત જોવા મળી રહી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર કોલેજમાં સાલ 2014 - 15 દરમિયાન 219 તેમજ સાલ 2015 - 16 દરમિયાન 564 પ્રોફેસરોની ભરતી કરવામાં આવી છે. તેમ છતા યુનિવર્સિટીની એલઆઈસી કમિટીના રિપોર્ટમાં કોલેજો પ્રોફેસરોની માંગણી કરાઈ રહી છે. બીજી તરફ બજારમાં શિક્ષણ જગતના નવા નવા ફતવાને કારણે શિક્ષકો મળવા મુશ્કેલ બની ગયા છે. આજે યુનિવર્સિટી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં આશરે 2500 જેટલા પ્રોફેસરો ફરજ બજાવી રહ્યા છે. તમામ કોલેજ મળી આશરે 250 જેટલા પ્રોફેસરોની અછત હોવાનું જણાયું છે. સાથે સાથે યુનિવર્સિટી દ્વારા પણ પોફેસરોની ભરતી પ્રકિ યા હાથ ધરમાં આવી છે.

કેરિયર એડવાન્સ કમિટી માત્ર નામની

યુજીસીનીગાઈડ લાઈન્સ પ્રમાણે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કઈ ફિલ્ડમાં નોકરી સારી મળી શકે તેમજ કરિયર અંગેના જ્ઞાન આપવા માટે કેરિયર એડવાન્સ કમિટીની રચના ગાઈડ લાઈન્સ બહાર પડાઈ હતી. જેને લઈ નર્મદ યુનિવર્સિટીએ કમિટીની રચના તો કરી પરંતુ તે અંકે કોઈ પણ કામ શરૂ કરાયું નથી.

યુવાવર્ગને ટેક્નિકલ જોબ નથી મળી

વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેડિકલ શાખામાં સ્કિલ ડેવલોપમેન્ટને લગતા સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવામાં આવ્યો હતો. તેમ છતા યુવા વર્ગને ટેકનિકલ જોબ મળી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો