• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સામાન્ય સભામાં अDDOના ફ્લેટ અને બંગલાનો મુદ્દો વિવાદનું કેન્દ્ર

સામાન્ય સભામાં अDDOના ફ્લેટ અને બંગલાનો મુદ્દો વિવાદનું કેન્દ્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપંચાયતની ગુરુવારની સામાન્ય સભામાં બીજા પ્રશ્નો કરતા ડીડીઓના બંગલાનો મુદ્દો વિવાદનું કેન્દ્ર રહ્યો હતો. તેઓ હાલ ભાડાના ફ્લેટમાં રહે છે. ત્યારે પ્રમુખે પંચાયતના સ્વભંડોળમાંથી તેમના મકાનનું ભાડું આપવા માટે ઠરાવ કર્યો છે. ઠરાવથી નવો વિવાદ સામે આવ્યો છે.

જિલ્લા પંચાયત ડીડીઓના મકાનનું ભાડુ સ્વભંડોળમાંથી ચુકવી શકે નહીં. મુદ્દે સામાન્ય સભામાં અપક્ષ સદસ્ય દર્શન નાયકે જીલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલને પ્રશ્ન પૂછ્યો હતો કે ડીડીઓના ફ્લેટનું ભાડુ કયા આધારે પંચાયત આપશે તેવુ ઠરાવવામાં આવ્યુ છે. ત્યારે પ્રમુખ બાબતે વધુ માહિતી આપી શક્યા હતા. અપક્ષ સભ્યના આક્ષેપથી ડીડીઓના બંગલાને લઈને વિવાદ સર્જાયો હતો. પરંતુ મામલે જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે જે સમયે તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે ડીડીઓ બંગલામાં પૂર્વ ડીડીઓ રહેતા હતા. તેમણે 6 મહિના સુધી બંગલો ખાલી કર્યો હતો. જેણે કારણે ડીડીઓ કે.રાજેશ પાલ ખાતે રાજહંસ એલટા ફ્લેટમાં ભાડે રહેતા હતા. જે ફ્લેટનું ભાડુ 27,500 રૂપિયા છે. પૂર્વ ડીડીઓએ બંગલો ખાલી કર્યો ત્યારબાદ બંગલાનું સ્ટ્રક્ચરલ રીપેરીંગ, એલીવેશન, રીનોવેશનની ઇન્ટીયરીંગની કામગીરી ચાલુમાં છે. જેથી કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગે પણ માટે મંજૂરી આપી છે. અને હિસાબી શાખાએ પણ માટે મંજૂરી આપી છે. ડીડીઓના કહ્યા મુજબ તેમણે પગારના 20 ટકા લેખે ભાડુ મળે છે. અને તેઓ પગારની સાથે એચઆરએ હાલ લઈ રહ્યા નથી અને ક્યાંય કઈ ખોટુ થયુ હોય તો અંગે તપાસ થાય તો પણ મને વાંધો નથી.

ફ્લેટનું ભાડું જિ.પં સ્વભંડોળમાંથી ફાળવવા બાબતે ઠરાવ

અન્ય સમાચારો પણ છે...