• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાંડેસરા ખાતે તેરાપંથ ભવનનું તા.5 એપ્રિલના રોજ ઉદ્ધાટન

પાંડેસરા ખાતે તેરાપંથ ભવનનું તા.5 એપ્રિલના રોજ ઉદ્ધાટન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાંડેસરાખાતે તેરાપંથ ભવનનો પ્રારંભ થઇ રહ્યો છે. તેરાપંથ ભવન પાંડેસરાનું ઉદ્ધાટન પ્રસંગે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. તેરાપંથ શ્રાવક સમાજ પાંડેસરા દ્વારા નવનિર્મિત તેરાપંભ ભવનના ઉદ્ધાટન પ્રસંગનું આયોજન તા.5 એપ્રિલના રોજ રખાયું છે. આયોજનમાં સાધીશ્રી મધુબાલાજી આદીઠાણા-5 તથા સાધ્વી સોમલતાશ્રીજી સાનિધ્ય પ્રદાન કરશે. ઉદ્ધાટન પૂર્વે ભીક્ષુ ભજન સંધ્યાનું આયોજન થશે જેમા ગાયક કમલ સેઠીયા વિશેષ આમંત્રિત કરાયા છે. ઉદ્ધાટન સમારોહ સવારે 9 કલાકે શરૂ થશે.

કાર્યક્રમમાં તેરાપંથ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશન ડાગલિયા, સાંસદ સી.આર.પાટીલ અને તેરાપંથ યુવક પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભલાવત તથા કસ્ટમના અધિક કમિશનર ઘનશ્યામ સોની સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...