પારસી શિક્ષિકાની જમીન પચાવી પાડનાર 2ની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીખાતે રહેતી પારસી શિક્ષિકાની હજીરાના સુવાલીગામે વડીલોપાર્જિત જમીનમાં બોગસ વસિયતનામું બનાવી પચાવી પાડનાર બાપ-દિકરાની હજીરા પોલીસે ધરપકડ કરી હતી.

હજીરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર નવસારીના બસ ડેપો પાસે આવા બાગમાં રહેતી અને નવસારી પારસી સ્કુલમાં શિક્ષિકાની નોકરી કરતી નરગીશ મેકી હોમી અમલસાડીવાલાના પિતાની વડીલો પાર્જીત જમીન હજીરાના સુવાલી ગામ ખાતે આવેલી છે. શિક્ષિકાના પિતાનું અવસાન થતા પિતાના મિત્રએ ડાહ્યાભાઈ પટેલએ જમીનમાં બોગસ વીલ બનાવી જમીન પચાવી પાડી હતી. જ્યારે બાબતે પારસી મહિલા કહેવા જતા કબજો છોડી દો નહિ તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. છેવટે શિક્ષિકાએ હજીરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેથી હજીરા પોલીસે ડાહ્યા મકન પટેલ અને તેના પુત્ર જગદીશ ડાહ્યાભાઈ પટેલ (બન્ને રહે, સુવાલીગામ)ની સામે ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

બાપ-દીકરાએ સુવાલી ગામની જમીનનું બોગસ વસિયતનામું બનાવી પચાવી

અન્ય સમાચારો પણ છે...