• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • તમિળની ટ્રાન્સપોર્ટની હડતાળથી સુરતને અસર થશે

તમિળની ટ્રાન્સપોર્ટની હડતાળથી સુરતને અસર થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દક્ષિણ ભારતના વેપાર સાથે સંકળાયેલા સુરતના કાપડ વેપારીઓમાં ટ્રાન્સપોર્ટની હડતાળને લઇને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

દક્ષિણ ભારતના ટ્રાન્સપોર્ટસે ભાડા વધારાના મુદ્દે ટ્રેડર્સ સાથે ચાલી રહેલી રકઝકથી હડતાળની સ્થિતિ ઊભી થઇ છે. દક્ષિણની 25થી 30 ટ્રાન્સપોર્ટ કંપનીઓ સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલી છે રોજની 40 ટ્રકો પૈકી ટ્રક દીઠ 70થી 80 લાખના પાર્સલો ડિલિવર થાય છે. હડતાળના કારણે ટ્રાન્સપોર્ટને અસર થાય સાથે વેપારીઓને કરોડોનું નુકસાન વેઠવું પડે તેવી સ્થિતનું ઊભી થાય તે પહેલાં વેપારીઓએ એડવાન્સ બુકિંગ કરી પાર્સલ મોકલવાનું શરૂ દીધું છે. માર્કેટ મોભીઓ કહે છે કે હડતાળની અસર ખાસ અહીં જોવા નહીં મળે, થોડા સમયમાં સ્થિતિ યથાવત થઇ જશે.નોટબંધી પછી 3 માસે ઊભા થયેલા માર્કેટને ફરી નુકસાન થાય તે માટે તકેદારી રાખતાં અન્ય ટ્રાન્સપોર્ટર્સનો સંપર્ક કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...