સ્લોટ અપાતાં બે ફ્લાઇટને અડચણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

ઉડાનસ્કીમ અંતર્ગત ઘણા શહેરોને મુંબઈ એરપોર્ટ પર સ્લોટ આપવામાં આવ્યા છે. જ્યારે સુરત છેલ્લા કેટલાક સમયથી મુંબઈ એરપોર્ટ પાસે સ્લોટની માંગણી કરે છે. તો પણ તેને આપવા માટે વાંધા અપાઈ રહ્યા છે.

એકબાજુ સુરતમાં વિવિધ એરલાઇન્સ પોતાની ફ્લાઇટ લાવવા માગે છે પરંતુ મુંબઇ જેવા એરપોર્ટ પર સ્લોટ અપાતા ફ્લાઇટ આવતી નથી. મુંબઈ એરપોર્ટ પર સ્લોટના મળવાને કારણે છેલ્લા કેટલાક સમયથી સુરત દિલ્હીની સાપ્તાહિક ફ્લાઈટ ડેઈલી થતી નથી. ઉપરાંત ઝૂમ અેરને સ્લોટ ના મળવાને કારણે તે પણ ફ્લાઈટ અટકી પડી છે. આમ જ્યારે પણ સુરત-મુંબઈની એર કનેક્ટિવિટીની વાત આવે એટલે મુંબઈ એરપોર્ટ પર સ્લોટ નથી તેવુ કહી દેવામાં આવે છે. સાંસદો અને ચેમ્બરની વારંવાર રજૂઆત કરવા છતા સુરત સાથે કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી હોય તેવુ વી વોન્ટ વર્કિટ એટ સુરત એરપોર્ટના સંજય જૈન જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...