તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન પેકેજના નામ પર 6.52 લાખની ઠગાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરાછામીનીબજારની મહિલાએ રૂ.6.52 લાખનું એજ્યુકેશનનું પેકેજ લઈને એજન્ટ પાસેથી 13 લાખની માંગણી કરી પુણાગામ વિસ્તારના ફ્લેટમાં ગૌંધી રાખીને તલવારથી ઘા કરી રેપના કેસમાં ફસાવી દેવાની અને સ્કુલમાંથી બાળકોને ઉપાડી જવાની ધમકી આપી હતી.

કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે ગાયત્રીનગરમાં રહેતા હિતેન લાલુભાઈ વાઘાણી એલઆઈસી એજન્ટ કમ દલાલીનું કામ પણ કરે છે. વરાછા મીનીબજારમાં શ્યામસુંદર સોસાયટીમાં રહેતી જલદીપા વાઘાણી જોડે તેમની એક મહિલા દ્વારા ઓળખાણ થઈ હતી. એજન્ટે જલદીપાને ક્રિપ્ટો કરન્સીનું એજ્યુકેશન પેકેજ ઓનલાઈન આપી રૂ.6.52 લાખની રોકડ લીધી હતી. જોકે મહિલાએ 4 દિવસ પછી 13 લાખની માંગ્યા હતી. લાખોની રકમ કઢાવવા માટે રવિવારે સાંજે એજ્યુકેશનના પેકેજ બહાને સીતાનગર ચોકડી પાસે એજન્ટને બોલાવી ત્યાંથી ગાડીમાં એક ઈસમે બેસી જઈ પૂણાગામ નંદનવન સોસાયટીના અમરદિપ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-303માં લઈ ગયા હતા. પહેલેથી મહિલા જલદીપા, તેનો ભાઈ પંકજ વાઘાણી તથા મહિલાનો પન્ટર ઉમેશ ભાભલુ કામણીયા સહિત ચાર જણા હતા. એજન્ટે એજ્યુકેશનના પેકેજ મહિલાના નામે રજિસ્ટર થયું હોવાનું ઓનલાઈનની વોલેટની વિગતો તેના ભાઈની હાજરીમાં બતાવી તેમ છતાં મહિલાએ 13 લાખની માંગણી ચાલુ રાખી હતી. એજન્ટની કારની ચાવી, બેગ અને પર્સ લઈ લીધું હતું, સ્ટેમ્પ પેપર પર લખાણો કરી મહિલાએ અશ્લીલ ફોટા, વીડીયોગ્રાફી કરીને એજન્ટને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બેગમાંથી રૂ.1.70 લાખની રકમ ઉપરાંત રૂ. 8.40 લાખના ચેકો તેના પિતા પાસેથી લખાવી લીધા બાદમાં તેને મુક્ત કર્યો હતો. પિતા-પુત્ર પુણા પોલીસ સાથે બનાવની જગ્યાએ જતાં ફલેટમાં 3 જણા હથિયારો સાથે પકડાયા હતા. પોલીસે 3 સામે ફરિયાદ નોંધાઇ હતી.

મહિલા અને ત્રણ સાગરિતે LIC એજન્ટનું અપહરણ કરી રેપ કેસની ધમકી આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો