તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સાયન્સ ટેક્નોલોજીનું પેપર અઘરું સ્ટેટનું મધ્યમ ને કેમિસ્ટ્રીનું સરળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયન્સ-ટેક્નોલોજીનું પેપર અઘરું સ્ટેટનું મધ્યમ ને કેમિસ્ટ્રીનું સરળ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | બોર્ડનીપરીક્ષામાં ત્રીજા દિવસે ધોરણ-10માં સાયન્સ & ટેક્નોલોજી, 12 કોમર્સમાં સ્ટેટેસ્ટિક અને સાયન્સમાં કેમેસ્ટ્રીનું પેપર હતું. જેમાં સાયન્સ & ટેક્નોલોજી પેપર અઘરું લાગ્યું હતું તો સ્ટેટનું મધ્યમ અને કેમેસ્ટ્રીનું પેપર સરળ લાગ્યું હતું.

સાયન્સએન્ડ ટેક્નોલોજીમાં બદલાવ : શિક્ષકચેતન મોદીએ જણાવ્યું હતું કે, વર્ષે પેપરના માર્કસમાં બદલાવ આવ્યો છે. 3 માર્કસનો કરોડરજ્જુ અને હાઈડ્રોજનનો તેમજ 5 માર્કનો ધાતુનો પ્રશ્ન વર્ષે પેપરમાં અનુક્રમે 2, 5 અને 3 માર્કસમાં પુછાયા છે. MCQમાં 4 પ્રશ્નોએ મથાવ્યા હતા.

ગતવર્ષનું પેપર સોલ્વ કરનારને સ્ટેટેસ્ટિકમાં સરળ લાગ્યું : શિક્ષક-આચાર્યડો. વિજય પટેલે જણાવ્યું હતું કે, દરેક પ્રશ્નો ટેક્સબુકમાંથી હતા. જેમણે છેલ્લા વર્ષના પ્રશ્નપત્ર સોલ્વ કર્યા છે તેમને પેપર સરળ લાગ્યું.

વર્ષેકેમિસ્ટ્રીનું પેપર સરળ હતું : શિક્ષકવિજય શર્માએ જણાવ્યું હતું કે, કેમિસ્ટ્રીનું પેપર ખૂબ સરળ હતું. તમામ પ્રશ્ન ટેક્સબુકના હતા. MCQમાં ચેપ્ટર-2ના અરીસાવાળા પ્રશ્નને પેપરસેટરે જુદી રીતે પુછતા વિદ્યાર્થીઓ મુંઝયા હતા.

ધો.10માં બારડોલીમાં સૌથી વધુ પરીક્ષાર્થી ગેરહાજર : ધોરણ-10માંસાયન્સ એન્ડ ટેક્નોલોજીના 88,857 વિદ્યાર્થીમાંથી 87,566એ પરીક્ષા આપી હતી. 1,091 વિદ્યાર્થી ગેરહાજર હતા. જેમાં બારડોલીના 337, રાંદેરના, 210, ઉધના 201, અમરોલીના 170,નાનપુરાના 116 અને વરાછાના 57 વિદ્યાર્થી ગેરહાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો