તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક.થી આવેલી હિંગળાજ જ્યોતનાં રવિવારે દર્શન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનનાબલુચિસ્તાન ખાતે આવેલ પ્રસિદ્ધ હિંગળાજ માતાજીના મંદિર ખાતેથી લાવવામાં આવેલ દિવ્યજ્યોતના દર્શન સુરતના ભક્તો પણ કરી શકશે. અંગે મળતી માહિતી અનુસાર સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસતાં હિંગળાજ માતાજીના 35થી વધુ જ્ઞાતિના ઉપાસકોને પાકિસ્તાન બલુચીસ્તાનથી લવાયેલી હિંગળાજ માતાજીની શક્તિપીઠથી દિવ્ય જ્યોતનો શહેરના ભક્તો લાભ લઇ શકશે. રવિવારે વરાછા યોગી ચોક પાસે આવેલ રાધેપાર્ક સોસાયટી ખાતે સવારે 10થી સાંજે 5 કલાક સુધી ભક્તો દિવ્ય જ્યોતના દર્શન કરી શકશે.

હિંગળાજ માતાજીની દિવ્ય જ્યોત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામે 450 વર્ષ પૌરાણિક હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. જેમનું સંપૂર્ણ સંચાલન હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ વેરાડ કરે છે. જે ટ્રસ્ટના નેજા હેઠળ સૌરાષ્ટ્રના 15 ભાવિકો દ્વારા પાકિસ્તાનના લાસબેલામાંથી બિરાજમાન હિંગળાજ શક્તિપીઠની અખંડ અને પવિત્ર જ્યોત તા.26 જૂન,2016ના વેરાડ ખાતે ગુજરાતમાં વસતા હિંગળાજના ઉપાસકો માટે દર્શનાર્થે લાવવામાં આવી હતી. દિવ્ય જ્યોતની શોભાયાત્રા સુરત શહેરના વરાછા ખાતેના સીમાડા નાકા પાસેથી સવારે 8:30 કલાકે હિંગળાજ પરિવારના ભાવિક ભક્તો ધામધૂમપૂર્વક બેન્ડવાજા અને બગીઓ સાથે માતાજીની દિવ્ય જ્યોતની શોભાયાત્રા નિકળશે. 21 કુંવારીકાઓ પ્રથમ દિવ્ય જ્યોતનું સ્વાગત કરશે તેમજ આખો દિવસ દરમિયાન હિંગળાજ પરિવારના ભાવિક ભક્તો તેમજ તમામ શ્રદ્ધાળુઓ પધારવા માટે આમંત્રણ પાઠવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો