તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VIP રોડ પર કારનો કાચ તોડી 1.18 લાખની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીઆઈપીરોડ પર વેપારીએ પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યો લેપટોપ, હાર્ડ ડિસ્ક, મોબાઈલ તેમજ રોકડ સહિત રૂ.1.18 લાખની મત્તાની ચોરી કરી છૂ થઈ ગયો હતો.

પાર્લેપોઈન્ટ આસોપાલવ શોરૂમની સામે સ્વપન-લોક એપાર્ટમેન્ટ ખાતે રહેતા સંદિપભાઈ અગ્રવાલ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. ગુરૂવારે એક મિટિંગમાં હાજરી આપવાની હોવાથી તેઓ વીઆઈપી રોડ ઈ-સ્પેસ કોમ્પ્લેક્સમાં ગયા હતા. દરમિયાન કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી તેમની કારને તસ્કરોએ નિશાન બનાવી હતી. કારનો કાચ તોડી અજાણ્યો પાછળની સીટ પર મૂકેલી બેગમાંથી લેપટોપ, આઈપોડ, હાર્ડ ડિસ્ક તેમજ રોકડા રૂ.50 હજાર સહિત રૂ.1.18 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. સંદિપભાઈને ચોરીની જાણ થતાં તેમણે ખટોદરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો