તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ડિંડોલીના દેલાવડા ગામે માથાભારે તત્ત્વોનો આતંક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિંડોલીના દેલાવડા ગામે માથાભારે તત્ત્વોનો આતંક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ડીંડોલીનાદેલાડવાગામે ઈલેક્ટ્રિક વાયર તૂટી જવાની અદાવતમાં માથાભારે શખ્સોના ટોળાંએ એક ઘરને નિશાન બનાવીને તોડફોડ કરી તેમાં રહેતા પરિવારનો માર મારીને ભાગી ગયા હતા. સ્થાનિક પોલીસનું પીઠબળ હોવાથી માથાભારે તત્વો બેફામ બન્યા હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો.

ડીંડોલી દેલાડવાગામે માહ્યવંશી મહોલ્લામાં રહેતા ચંપક મહેતાના ઘરમાં ગુરૂવારે મરણક્રિયાની વિધિ હતી. જેથી સગાસંબધીઓ ત્યાં આવ્યા હતા. બપોરે તેમના ઘરે અચાનક માથાભારે શખ્સોનું ટોળું હથિયારો સાથે ધસી આવી ઘરમાં તોડફોડ કરી વૃદ્વ અને તેના પરિવારજનોને મારીને ત્યાંથી બાઈક પર ભાગી ગયા હતા. ઝઘડા પાછળનું કારણ હુમલો કરનાર શખ્સો ટેમ્પામાં આવતા હતા તે વખતે ઈલેક્ટ્રિક વાયર તૂટી જતાં બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને હુમલો કર્યો હતો. સ્થાનિકે હુમલા પાછળ તોફાની શખ્સોને પોલીસના એક કોન્સ્ટેબલનું પીઠબળ હોવાથી ગુડાગર્દી કરે છે. ડિંડોલી પોલીસેે અતુલ નમકીનવાલા, વિનોદ, લાલો અને સુનિલની સામે રાયોટિંંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો