તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રિંગ રોડની બે માર્કેટના વેપારીઓએ દલાલ સાથે મળી રૂપિયા 23 લાખની ઠગાઇ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિંગ રોડની બે માર્કેટના વેપારીઓએ દલાલ સાથે મળી રૂપિયા 23 લાખની ઠગાઇ કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિંગરોડનીમહારાજા ચેમ્બર્સ અને એલબી એપાર્ટમેન્ટના વેપારીએ સાડીઓ અને ગ્રે-કાપડનો માલ ઉધારીમાં લઈને નાંણા આપી દુકાન બંધ કરી છૂ થઇ જતાં પોલીસે રૂ. 23 લાખથી વધુની રકમનો ઠગાઇનો ગુનો નોંધ્યો હતો.

ઘોડદોડ રોડ પર ઈન્દોર સ્ટેડીયમની સામે નીલકમલ એપાર્ટમેન્ટમાં રહેતા સુશીલ જૈન રિંગરોડની માર્કેટમાં સાડીનો વેપાર કરે છે. એલબી એપાર્ટમેન્ટમાં સુખમણી ટેક્સટાઈલ એજન્સીના નામે ધંધો કરતા સતવીરસિંગ ઉર્ફ ચીનું અરોરા(રહે, આદિત્ય કોમ્પ્લેક્સ, ભટાર) દિલ્લી, યુપી અને અલીગઢ ખાતે સાડીનો માલ ટ્રાન્સપોર્ટમાં મોકલ્યો હતો. સાડીના માલની લાખોની રકમ વાયદા પ્રમાણે ચુકવી દુકાન બંધ કરી ભાગી ગયો હતો. સાડીના માલના રૂ.14.37 લાખથી વધુની રકમ લેવાની નીકળતી હતી. તેમજ મહારાજા ચેમ્બર્સમાં વેપારી વિજય પ્રજાપતિએ દલાલ ગોવિંદ લાલુરામ લખારા સાથે મળીને વેપારી પ્રશાંત પટેલ પાસેથી ગ્રે-કાપડનો માલ લઈને રૂ.9.36 લાખની રકમ ચૂકવણી કરતાં વેપારીએ બંનેની સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો