તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભાના ઉમેદવારોના બદલે કાર્યકરોને SMS થયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી ઊભી થયેલી શક્યતાઓને પગલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી 20મી માર્ચના રોજ વિધાનસભાના દાવેદારો સાથે ચર્ચા કરવા બેઠકનું આયોજન કર્યું છે. તેમાં વિધાનસભાના દાવેદારોને બોલાવવામાં આવ્યા હોવા છતાં શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઇએ વિધાનસભાની ટિકીટના દાવેદારોની સાથે મોટાભાગના કોંગ્રેસના કાર્યકરોને એમએસએસ મોકલીને 20મી માર્ચે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હોવાની જાણ કરતા વિવાદ સર્જાયો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં 20મીએ બપોરે 1:30 કલાકે અમદાવાદ, મેમનગરમાં કન્વેકશન હોલમાં વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને હાજર રહેવા માટે પ્રદેશમાંથી જાણ કરી છે. શહેર કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઇએ વિધાનસભાના દાવેદારોની સાથે અનેક આગેવાનો અને કાર્યકરોને એક સએસએમએસ કરીને ગાંધીનગર ખાતેની બેઠકની જાણ કરી છે. તેના કારણે કાર્યકરોમાં અસમંજસની સ્થિતી સર્જાય છે કે ગાંધીનગર ખાતે 20મી માર્ચે હાજર રહેવુ કે કેમ.

શહેર કોંગ્રેસ પ્રમુખના બફાટથી વિવાદ

વિધાનસભાના ઉમેદવારોને સાંભળવા 20મી માર્ચે ગાંધીનગરમાં બેઠક મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો