તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કોંગ્રેસી કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર પાસે કટકી માંગતાં ખળભળાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસી કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર પાસે કટકી માંગતાં ખળભળાટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુુખ દેસાઇએ પંજાબ, ગોવા, મણિપુરમે જીત હમારી હે.., અબ ગુજરાતની બારી છે તેવી પોસ્ટ સોશિયલ મિડીયાામાં મુકી હતી. જ્યારે આંજણામાં કોમ્યુનિટી હોલ બનાવવા માટેનો કોન્ટ્રાકટ લેનાર મિનેશ મિસ્ત્રીએ જીતના હે તો પાર્ટી મે કામ કરનેવાલે અચ્છે લોગ લો. કપિલા પટેલ જેસૈ પર્સન્ટેજ માંગનેવાલે નહીં. પાર્ટીકી ઇમેજ કોપરેટીવ લોગોસે બનતી હે બિના કારણ નાક દબાનેવાલે પાર્ટી કો ડુબાતે હે. તેવી પોસ્ટ મુકીને કપિલા પટેલ કોન્ટ્રાકટર પાસે ટકાવારી માંગતી હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો. તેના લીધે મોટો વિવાદ સર્જાયો છે. કારણ કે થોડા સમય પહેલા શહેર કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઇને કોન્ટ્રાકટરોએ ફરીયાદ કરી હતી કે કેટલાક કોર્પોરેટરના પતિદેવો તેઓને વગર કારણે પરેશાન કરીને ટકાવારી માંગી રહ્યા છે. તે વાતને માંડ 15 દિવસ થયા છે ત્યારે કોન્ટ્રાકટરે સોશિયલ મિડીયામાં આવી પોસ્ટ મુકી દેતા કોંગ્રેસની ટિકીટ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલી હદે નીચલી પાયરી પર ઉતરી આવ્યા છે.

પોલીસમાં અરજી કરી છે, હવે કેસ કરીશ

^કોન્ટ્રાકટરે કામ કરવામાં ગોબાચારી હોવાથી મે તેની ફરીયાદ કરી હતી. તેની સામે પગલાં ભરવામાં આવે તેવી શકયતા હોવાના કારણે આવા આક્ષેપ મારી સામે કર્યા છે. તેની જાણ મને થતા મે ઉધના પોલીસ સ્ટેશનમાં તેની સામે કાર્યવાહી કરવા અરજી કરી છે. તેમજ આગામી દિવસોમાં બદનક્ષીનો કેસ પણ કરવાની છું. > કપિલાપટેલ, કોંગ્રેસનાકોર્પોરેટર

આંજણામાં કમ્યુનિટી હોલ બનાવનારા કોન્ટ્રાક્ટરે કપિલા પટેલ સામે સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો