તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત, નવસારી, વલસાડ જિલ્લામાંથી એક વર્ષમાં 200થી વધુ જૈન કન્યાઓને ભગાડવામાં આવી: વિમલસાગર સૂરિજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત, નવસારી, વલસાડ જિલ્લામાંથી એક વર્ષમાં 200થી વધુ જૈન કન્યાઓને ભગાડવામાં આવી: વિમલસાગર સૂરિજી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રખરજૈનાચાર્ય વિમલસાગર સૂરિજી મહારાજે થોડા દિવસ પૂર્વે જૈનસમાજની ઘટતી વસ્તી બાબતે ટકોર કરી જણાવ્યું હતું કે, જૈનોએ હમ દો, હમારે એકની નીતિ છોડવી પડશે. જૈનસમાજની વસ્તી ઘટાડા બાબતે તેઓએ ચિંતા વ્યક્ત કરી શુક્રવારે પણ બીલીમોરા ખાતે જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં સુરત, નવસારી, વલસાડ જિલ્લામાંથી 200થી વધુ જૈનકન્યાઓને ભગાડી જવામાં આવી છે જે ચિંતાજનક છે.

શુક્રવારે જૈનાચાર્ય વિમલસાગર સૂરિજી અને મુનિ પદ્મવિમલસાગરજી બે દિવસના રોકાણ અર્થે બીલીમોરા પધાર્યા હતા. પ્રસંગે 25થી વધુગામોના લોકોએ પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું હતું અને પ્રવચનમાં ઉમટી પડ્યા હતા. પ્રવચન સભા દરમિયાન પૂજ્યશ્રીએ જણાવ્યું કે, જ્યારે કોઇ પણ ધર્મ, સંપ્રદાય કે સમાજની વસતી ઘટે છે ત્યારે સામાજિક સમીકરણો બગડે છે. ગૌરવ તેમજ સ્વાભિનામથી જીવવું મુશ્કેલ બને છે અને જીવનની સુખ-શાંતિ હણાય છે. વસતી ઘટતા સમાજની અસુરક્ષા વધે છે કન્યાઓ અને યુવતીઓનું રક્ષણ મુશ્કેલ બને છે. ધંધા-રોજગાર પણ ખોરવાય છે. લોક વસતી ઘટવાની વાતને સામાન્ય ગણે છે એમની નાદાની છે. પર્યાપ્ત જનસંખ્યા વગર તીર્થરક્ષા,જીવદયા,શાકાહાર,ધર્મ-આરાધના, જૈનસ્કૂલો કે ગુરુકુલો જે કરીએ તમામ નિરર્થક ઠરશે. વસતી વધારવાની મારી વાતને જે લોકો ભોગવાન સમજે છે એતેમના અજ્ઞાનતા છે. આચાર્ય મહારાજે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં સુરત,નવસારી અને વલસાડ જિલ્લામાંથી 200થી વધુ જૈન કન્યાઓને ભગાડી જવામાં આવી છે.

2055 સુધીમાં ફ્રાન્સ મુસ્લિમ રાષ્ટ્ર થઈ જશે

મોટાભાગના મુસ્લિમો યુવતીઓને ભગાડી જાય છે, જૈનાચાર્યએ અગાઉ જૈનોની ઘટતી વસ્તી સંદર્ભે ટિપ્પણી કરી હતી

જૈનાચાર્યે જણાવ્યું કે, અમેરિકા,રુસ અને યુરોપના દેશોમાં સ્થાનિક લોકોની તુલનામાં અપ્રવાસી મુસ્લિમોની વસતી ઝડપથી વધુ રહી છે. ફ્રાન્સની સ્થાનિક વસતીની જન્મ સરેરાશ 1.8 ટકાની સામે ત્યાં મુસ્લિમોની જન્મ સરેરાશ 8.1 ટકા છે. હિસાબે ફ્રાન્સમાં 2017માં 1 ફ્રેન્ચમેન સામે 5 મુસ્લિમો હશે અને 2055માં આખુ ફ્રાન્સ મુસ્લિમ રાષ્ટ્ર હશે.

2021માં મેં કહેલા આંકડા સાચા સાબિત થશે

જૈનસમાજની જનસંખ્યા સતત ઘટી રહી છે. હકિકત છે, બધા સમાજશાસ્ત્રીઓ મારી વાતને 2021ની વસતી ગણતરીના આંકડાઓ આવ્યા પછી માની લેશે. મે 50 હજારથી વધુ પરિવારોનો પાછલા 15 વર્ષની વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે જેના પરથી નિષ્કશ નિકળ્યો છે.

જૈનાચાર્ય વિમલસાગર સૂરિજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો