તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • અનામત મંથન સભાનાં બે જુદાં જુદાં પોસ્ટરથી વિવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનામત મંથન સભાનાં બે જુદાં-જુદાં પોસ્ટરથી વિવાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્યાંક હાર્દિક ગાયબ તો ક્યાંક પાસ અદૃશ્ય

પાટીદારના ગઢ સમાન વિસ્તારમાં આગામી 19મી માર્ચના રોજ સાંજે 7 કલાકે પાટીદાર અનામત આંદોલન સમિતીના હાર્દિક પટેલની આગેવાનીમાં જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જાહેર સભાને અનામત મંથન મહાસભા નામ આપવામાં આવ્યુ છે. સભાને સફળ બનાવવા માટે વરાછાના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે. પોસ્ટરને કારણે પાટીદાર અનામત આંદોલન સમિતી સાથે જોડાયેલા કેટલાક લોકોએ અંદરખાને વાંધો લીધો છે. પરંતુ જાહેરમાં આવવા તૈયાર નથી તેઓએ એવુ પણ કહી રહ્યા છે કે જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલ અને છત્રપતિ શિવાજી મહારાજના ફોટા સાથેના બેનર લગાડવામાં આવતા હોય ત્યારે ફકત હાર્દિક પટેલના બેનર લગાડવાને કારણે સમાજમાં ખોટો મેસેજ જવાની પણ શકયતા રહેલી છે. પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા લોકો આવી ચર્ચા કરી રહ્યા હોવાથી વિવાદ આગામી દિવસોમાં વધુ વકરવાની શકયતા રહેલી છે.

પોસ્ટરને કારણે કોઇ વિવાદ સર્જાયો નથી

^દરવખતે અમે પ્રમાણેના પોસ્ટર અલગ અલગ અનેક જગ્યાએ લગાડતા હોય છે. તેના ભાગરૂપે વખતે પણ અમે અલગ અલગ પોસ્ટર લગાડયા છે. તેમજ આને કારણે કોઇ વિવાદ પણ ઉભો થયો નથી. પરંતુ કેટલાક લોકો આવી અફવા ફેલાવી રહ્યા છે. > ધાર્મિકમાલવિયા, કન્વીનર,પાટીદાર અનામત આંદોલન સમિતી, સુરત

એક પોસ્ટરમાં શિવાજીની સાથે સરદાર વલ્લભભાઇ પટેલનો ફોટો તો બીજામાં ફકત હાર્દિકનો ફોટો મૂકાયો

યોગીચોક ખાતેની રવિવારની સભા માટે 2 પ્રકારના બેનરો લાગ્યાં છે. પાસના બેનરોમાં હાર્દિકનો ફોટો નથી તો હાર્દિકના સમર્થકોના બેનરોમાં પાસનું નામ નથી. હાર્દિકનો ફોટો છ. તસવીર- મનોજ તેરૈયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો