તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • યોગીચોકમાં 19મીએ યોજાનારા હાર્દિકના કાર્યક્રમને શહેર પોલીસે મંજૂરી નહીં આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગીચોકમાં 19મીએ યોજાનારા હાર્દિકના કાર્યક્રમને શહેર પોલીસે મંજૂરી નહીં આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી19મીના રોજ યોગીચોક ખાતે યોજાનારી હાર્દિક પટેલની સભાની પરવાનગીની અરજી નામંજૂર કરી છે. વિદ્યાર્થીઓની પરીક્ષાનું કારણ આગળ ધરી પોલીસે પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો છે. જો સોસાયટી વિસ્તારથી દૂર સભાનું આયોજન કરવામાં આવે તો પરવાનગી આપવાની સાથે પોલીસે બાંયધરી પણ આપી છે. પાસ દ્વારા આગામી 19મી તારીખના રોજ યોગીચોક ખાતે હાર્દિક પટેલની સભાનું આયોજન કરાયું છે. માટે પાસ દ્વારા પોલીસ પાસે મંજૂરી મેળવવાની કવાયત પણ હાથ ધરી હતી. જોકે હાર્દિક પટેલની સભાને મંજૂરી આપવાનો પોલીસે ઈનકાર કરી દીધો છે. હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેમજ સભાનું જે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે તે સોસાયટી વિસ્તારમાં હોવાથી સભાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડે તેમ હોવાથી સભા માટે પાસ દ્વારા માંગવામાં આવેલી પરવાનગી પોલીસે નામંજૂર કરી દીધી છે. પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી નથી. જો તેઓ સોસાયટી વિસ્તારથી દૂર કોઈક અન્ય સ્થળે સભા યોજવા માંગતા હોય તો અમે મંજૂરી આપીશું.

પરીક્ષાનું કારણ ધરી સોસાયટીઓથી દૂર આયોજન થાય તો મંજૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો