તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વિક્લાંગ હોવાનો ફાયદો ઉઢાવી બધીર વિદ્યાર્થી રાઈટર લઈ ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિક્લાંગ હોવાનો ફાયદો ઉઢાવી બધીર વિદ્યાર્થી રાઈટર લઈ ગયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | બોર્ડનીપરીક્ષામાં ત્રીજા દિવસે ધોરણ-10માં સાયન્સ & ટેક્નોલોજી, 12 કોમર્સમાં સ્ટેટેસ્ટિક અને સાયન્સમાં કેમેસ્ટ્રીનું પેપર હતું. જેમાં સાયન્સ & ટેક્નોલોજી પેપર અઘરું લાગ્યું હતું તો સ્ટેટનું મધ્યમ અને કેમેસ્ટ્રીનું પેપર સરળ લાગ્યું હતું. જો કે, પરીક્ષા દરમિયાન કેટલાક ગેરરીતિના કેસો પણ સામે આવ્યા હતા.

સાયન્સ એન્ડ ટેકનોલોજીના પેપરમાં ચીટીંગના બે કિસ્સા સામે આવ્યા હતા. જેમાં જીવનભારતી સ્કૂલમાં અેક વિદ્યાર્થી પેપર લખવા પોતાના ભાઇને સાથે લઇ ગયો હતો. બોર્ડ અંધ વિદ્યાર્થીને રાઈટર આપે છે. બીજા કલાસમાં પરીક્ષા આપતો અેક વિદ્યાર્થી પરીક્ષા વખતે પોતાના ભાઇને સાથે લઇ પેપર લખવા વર્ગખંડમાં પહોંંચ્યો હતો અને નિરિક્ષકે રાઈટર હોવાનું માની પેપર પણ આપી દીધુ હતું. બાદમાં સુપરવાઇઝરે ડમી વિદ્યાર્થીનો કેસ કરવાનું નક્કી કર્યુ હતું. જો કે તેની સામે પોલીસ કેસ નહીં પણ ગેરરીતીનો કેસ કરાયો હતો. ઉપરાંત રાંદેરની આમોદ આમીની ગર્લ્સ સ્કૂલમાં વિદ્યાર્થી પાસેથી કાપલીઓ મળી હતી.

ધો.10માં બારડોલીમાં સૌથી વધુ પરીક્ષાર્થી ગેરહાજર : ધોરણ-10માંસાયન્સ એન્ડ ટેક્નોલોજીના 88,857 વિદ્યાર્થીમાંથી 87,566 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 1,091 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. જેમાં બારડોલીના 337, રાંદેરના, 210, ઉધના 201, અમરોલીના 170,નાનપુરાના 116 અને વરાછાના 57 વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો