તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોટબંધી બાદ આઇટીએ જ્યાં એક તરફ પીએમજીકેવાય (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના)ને સફળ બનાવવા સરવે કર્યા છે ત્યાં બીજી તરફ કલમ 131 હેઠળ સમન્સ પાઠવીને કરદાતાઓના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવી રહ્યા છે. હાલ એક સમન્સ સિટીલાઇના વયોવૃધ્ધ સાસુને પણ ગયો છે. આઇટીના એક ઉચ્ચ અધિકારીએ આપેલી માહિતી મુજબ સાસુના એકાઉન્ટમાં અગાઉ નજીવી રકમ હતી. નોટબંધી અગાઉ દિકરાએ રૂપિયા 25 લાખની રકમ આપી હતી જે સાસુએ ઘરમાં રાખી હતી. રકમની જાણકારી વહુને હતી. બન્યુ એવુ કે સમયગાળામાં દિકરાનું કરૂણ મોત નિપજતાં રૂપિયાને સાચવવાની જવાબદારી સાસુ પર આવી ગઈ હતી. એક સી.એ. કહ્યુ કે દિકરાના મૃત્યુ બાદ નોટબંધી આવી હતી અને જુની નોટ કોઈપણ હિસાબે બેન્કમાં જમા કરાવવા જરૂરી હતી. વળી, રૂપિયાની જાણકારી વહુને થાય એની પણ તકેદારી રાખવાની જરૂર હતી. પરંતુ માંડ પાંચ-સાત હજાર બેન્ક બેલેન્સ ધરાવનાર સાસુએ જેવા રૂપિયા 25 લાખ બેન્કમાં નાંખ્યા કે સિસ્ટમ એલર્ટ થઈ હતી અને તેની માહિતી બેન્ક થ્રુ આઇટી સુધી પહોંચી હતી. આથી કેસમાં અધિકારીએ સાસુને નોટિસ ઇશ્યુ કરી હતી.

હવે શું થશે?

સાસુએનોટિસ મળ્યા બાદ તેનો જવાબ આપવા માટે આઇટીએ કચેરીએ આવવું પડશે અને રૂપિયા ક્યાંથી આવ્યા તેનો ખુલાસો કરવો પડશે. જો યોગ્ય જવાબ આપવામાં આવ્યો તો પીએમજીકેવાયમાં ખુલાસો કરવો પડશે.

સાસુ વહુથી નાણાં બચાવવા ગઈ તો ITમાં ભેરવાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો