પ્લેટફોર્મ 4 પર ઈન્ડિકેટર્સ મુકાવા માંડ્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર . સુરત

પશ્ચિમરેલવેએ એક ખાનગી એડ કંપની સાથે હાથ મેળવી પીપીપી ધોરણે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 4 પર કોચ ઈન્ડિકેટર લગાડવાનું કામ શરૂ કરી દીધું છે. હવે પશ્ચિમ રેલવે ઈન્ડિકેટરો પર જાહેરાત પ્રસિદ્ધ કરી આવક ઊભી કરશે. સુરત સાથે સાથે મુંબઈ રેલવે સ્ટેશનના 5 પ્લેટફોર્મ પર પણ આવા ઈન્ડિકેટરો મુકવામાં આવશે.

સુરત રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર, સુરત રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 4 અને મુંબઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2, 3, 4 અને 5ના પર કોચ ઈન્ડિકેટર લગાવાની કામગીરી પીપીપી ધોરણે ચેન્નઈની એક ખાનગી એડ કંપની સોંપાઈ છે. કંપની પ્રથમ સુરત રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં. 4 પર કોચ ઈન્ડિકેટર લગાવાનું શરૂ કરી દીધું છે. કંપનીનો દાવો છે કે કામ 15 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. કંપનીએ અલગ પ્રકારના એલઇડી કોચ ઈન્ડિકેટર બનાવ્યા છે, એક ભાગમાં પ્લેટફોર્મ પર આવનારી ટ્રેન અને કોચ ક્યાં ઊભા રહેશે તેની માહિતી જોઈ શકાશે. જ્યારે બીજા વિભાગમાં એડ કંપની વેપારીઓ પાસે લીધેલી જાહેરાતો પ્રસિદ્ધ કરશે.

જીએમની મુલાકાત પહેલાં કાયાપલટ

16ડિસેમ્બરે પશ્ચિમ રેલવેના જીએમ સુરત સ્ટેશનના ઈન્સ્પેક્શન માટે આવશે. જો કે, તેમના અાગમન પહેલાં પ્લેટફોર્મ નં. 4ની કાયાપલટ કરી દેવામાં આ‌વશે. પ્લેટફોર્મ નં.4 પર તૂટેલી ટાઈલ્સ, સ્ટોલ અને પ્લેટફોર્મની બંને બાજુ ઉતરવા માટે ઢોળાવ બનાવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઈન્ડિકેટર્સ પર જાહેરાત પ્રસિદ્ધ કરી આવક ઊભી કરાશે

રેલવેએ ખાનગી એડ કંપની સાથે હાથ મિલાવ્યા

અન્ય સમાચારો પણ છે...