તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલા વારસોમાં સંગીતનો જલસો જામ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાવારસોમાં વિદ્યાર્થીઓ માટે રોજ અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાયન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ ક્રમે ફલક ત્રિવેદી, બીજા ક્રમે જીનય શાહ અને ત્રીજા ક્રમે પ્રાચી પારેખ વિજેતા થઈ હતી. સિવાય પણ સુરતીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓ યોજાઇ હતી.

સુરતીઓ વિવિધ કલાને જાણે તે માટે કલાવારસોમાં અલગ અલગ આર્ટ વિશેના વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત બ્લોક પેઈન્ટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. રાજસ્થાનથી આવેલા ધીરજ શીપાએ બ્લોક પેઈન્ટિંગનો કેવી રીતે ઉપયોગ થાય છે તેની માહિતી આપીને બ્લોક પેઈન્ટિંગ કરતાં શીખવ્યું હતું.

સંગીત માટેના અલગ અલગ 7 સેશન યોજાયા હતાં. જેમાં સુખદ મુંડેએ અને અંકિતા જોશીએ શાસ્ત્રીય સંગીત રજૂ કર્યુ હતું. જ્યારે અનુભ્રાતા ચેટર્જીએ તબલા, રોનુ મજુમદારે વાંસળી અને જશરાજ શાસ્ત્રીએ તબલા પર પરફોર્મન્સ આપ્યું હતું. કલાકારોએ શાસ્ત્રીય સંગીતને એક જુદી ઉંચાઇ આપી હતી. એકસાથે તબલાનાં તાલ રજૂ થયા અને સુરતીઓએ વધાવી લીધા હતા.

સાયન્સ સેન્ટરના એમ્ફી થિયેટરમાં શ્રોતાઓ અને સ્ટેજ પર કલાકારો ગોઠવાઈ ગયા અને ધીમે ધીમે તબલાનાં અવાજો વાતાવરણમાં ભળવા માંડ્યા. કલાકારોએ શાસ્ત્રીય સંગીત, વાંસળી અને તબલાંના સૂરો રેલાવ્યા અને સંગીતનો જલસો શરૂ થયો. ‘કલાવારસો-2016’માં સોમવારે શાસ્ત્રીય સંગીતની વિશેષ પ્રસ્તુતિ કરાઇ.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...