તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નોટબંધીનો વિરોધ શહેર કોંગ્રેસે કાઢી જનઆક્રોશ રેલી

નોટબંધીનો વિરોધ શહેર કોંગ્રેસે કાઢી જનઆક્રોશ રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નોટબંધીનાનિર્ણયને 20 દિવસ પુરા થવા છતાં લોકોને પડતી સમસ્યામાંથી છુટકારો થતો નહીં હોવાના કારણે સમગ્ર રાજ્યમાં સોમવારે કોંગ્રેસે જનઆક્રોશ દિવસનું આયોજન કર્યું હતું. તેના ભાગરૂપે શહેર કોંગ્રેસના નેજા હેઠળ ચોકબજાર ગાંધી પ્રતિમા પાસેથી રેલી કાઢીને કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીના નિર્ણય બાદ ઊભી થયેલી અવ્યવસ્થા ને કારણે લોકોએ હેરાન થવું પડે છે. તેમાં સમગ્ર દેશમાં મંદીનો માહોલ, ધંધા રોજગાર ઠપ્પ, નાના વેપારીઓની આવકમાં મોટા પાયે ઘટાડો, છુટક મજૂરી કરતા કામદારોની રોજગારી પર સીધી અસર, ખેડુતોને ખેતી વિષયક પડતી સમસ્યાઓ ઉપરાંત ગરીબ- મધ્યમવર્ગ અને મહિલાઓની પણ તકલીફમાં 20 દિવસ પછી પણ ઘટાડો થયો નથી.

અન્ય સમાચારો પણ છે...