તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હવે ડોર ટુ ડોર ગાર્બેજમાં છારૂ ભેળવી વજન વધારવાનું કૌભાંડ

હવે ડોર ટુ ડોર ગાર્બેજમાં છારૂ ભેળવી વજન વધારવાનું કૌભાંડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોરટુ ડોર ગાર્બેજમાં એજન્સી જેટલો કચરો એકત્ર કરે તેના વજન પ્રમાણે નાંણા ચુકવવામાં આવતા હોય છે. જેથી ડોર ટુ ડોર ગાર્બેજની કામગીરી કરતી કેટલીક એજન્સીઓ દ્વારા કચરાને બદલે છારૂ ભરવાની ફરીયાદ સમયાંતરે ઉઠતી હોય છે. જ્યારે આજે કોટ વિસ્તારમાં મકાનના ચાલતા બાંધકામનુ પડેલુ છારૂ ડોર ટુ ડોર ગાર્બેજના વાહનમાં એજન્સીના માણસો નાંખતા હોવાનો પુરાવો પાલિકા કમિશનરને મોકલી સમગ્ર બાબતની વિજીલન્સ તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી છે.

પાલિકા કમિશનરને પુરાવા સાથેની રજુઆત કરી કોંગ્રેસના કોર્પોરેટર ભુપેન્દ્ર સોલંકીએ જણાવ્યુ કે હોડીબંગલાની પાછળ સફી પેલેસની સામેના ભાગે ડોર ટુ ડોર ગાર્બેજ એજન્સીના માણસો બાંધકામનુ પડેલુ છારૂ વાહનમાં નાંખતા હતા. જેના કારણે પાલિકાને આર્થિક નુકસાન થવાની શકયતા છે.જેથી તાત્કાલિક તપાસ કરીને વિજીલન્સ તપાસ પણ સોંપવામાં આવે તેવી માંગણી કરી છે.

વિજીલન્સ તપાસ કરવાની કોંગ્રેસની માંગણી

અન્ય સમાચારો પણ છે...