સચિનમાં ઝાડા-ઊલટીથી 10 મહિનાના બાળકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : શહેરમાં વકરેલાં પાણીજન્ય રોગચાળાએ વધુ એક બાળકનો ભોગ લીધો છે.

સચિન શિવનગર ખાતે રહેતા મંગળભાઈ પટેલ લુમ્સના કારખાનામાં કામ કરે છે. તેમના દસ મહિનાના પુત્ર અંશની બે દિવસ પહેલા ઝાડા ઊલટી શરૂ થયા હતા. બે દિવસ સુધી નજીકના ક્લિનીકમાં સારવાર બાદ શનિવારે સવારે અંશની તબિયત વધુ લથડતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેની માતા મંજુબેન તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યુ હતું. સચિન જીઆઈડીસી પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી. અંશના મોતનું સાચુ કારણ જાણવા માટે પીએમની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...