• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મહારાષ્ટ્રની કાર પર ગુજરાતની ખોટી નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ પકડાયું

મહારાષ્ટ્રની કાર પર ગુજરાતની ખોટી નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ પકડાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : દારૂની હેરાફેરી માટે ટ્રકના અને ભાડે ચલાવતી વખતે ટેક્સ બચાવવા માટે ટવેરાના નંબર બદલી ગુનો કરનારા ત્રણ સામે અલગઅલગ બે ગુના નોંધાયા છે. જેમાંથી ટવેરાના નંબર બદલનારા બન્નેને પોલીસે પકડી પાડ્યા છે.

બે મહિના પૂર્વે સચિન પોલીસની ટીમે રૂ. બે લાખના દારૂ સાથે એક ટ્રક પકડી પાડી હતી. જેના ખરેખર સાચા નંબર જીજે-05-ઓટી-1144 હતો તેના બદલે જીજે-15-એક્સએક્સ-1044 લગાવ્યો હતો એટલું જ નહીં એન્જિન અને ચેસીશ નંબર ચેકી નાખ્યા હતા. આ અંગે સચિનના પોઈ આર. જે. ગોહીલે શકદાર આરીફ અલ્લારખા શેખ (રહે: આલીપોર, તા. ચિખલી, જિ. નવસારી) સામે ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ ફરિયાદ નોંધાવી છે.

તો બીજો કિસ્સો રાંદેર વિસ્તારમાં બન્યો છે. તા. 13મીએ રાત્રે રાંદેર પોલીસ મોરા ભાગળ ચાર રસ્તા પાસે વાહનો ચેક કરી રહી હતી તે વખતે રાત્રે 12 વાગ્યે એક ટવેરા નં. જીજે-05-સીએચ-8752ને અટકાવી તપાસ કરતા પોલીસને ખ્યાલ આવ્યો કે આ ટવેરાના સાચા નંબર એમએચ-02-ડબલ્યુએ-4284 છે. ખોટી નંબર પ્લેટ લગાવી ટવેરા ભાડેથી ફેરવનારા વિજય પટેલ (ઉ.વ.37, રહે: ગંગાનગર, દાંડી રોડ) અને ધર્મેશ પ્રમોદ સારંગન (રહે: હરિહરપાર્ક, કોઝ-વે રોડ)ને પોલીસે પકડી પાડ્યા હતા. આ બંને સામે એએસઆઈ દિલીપે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં બંનેની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ ગુજરાતમાં ભાડેથી ટવેરા ફેરવતા હોવાથી ટેક્સ બચાવવા માટે સાચા નંબરના બદલે ખોટા નંબરનો ઉપયોગ છેલ્લાં 6 વર્ષથી કરતા હતા. વધુ તપાસ પોસઈ કે.બી. સોલંકી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...