• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિઝનમાં પહેલી વાર ઉકાઇની સપાટી 291 ફૂટ નજીક પહોંચી

સિઝનમાં પહેલી વાર ઉકાઇની સપાટી 291 ફૂટ નજીક પહોંચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર.સુરત: શહેરમાં 8 મીમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ બારડોલીમાં 3 અને માંગરોળમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ઓલપાડ કોરોકટ રહ્યો હતો. ઉપરવાસમાં વરસાદ અને હથનૂર ડેમમાંથી પાણી છોડાતા સિઝનમાં પહેલી વખત ઉકાઇ ડેમની સપાટી 2 ફુટ વધીને 291 ફુટની નજીક પહોંચી ગઇ છે.

હથનૂરમાંથી 16 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ
ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો. ઝોન વાઇઝ લિંબાયતમાં 16 મીમી, રાંદેરમાં 11 મીમી બાકીના ઝોનમાં 2થી લઇ 8 મીમી સુધીનો વરસાદ હતો. જિલ્લામાં બારડોલીમાં 3 ઇંચ માંગરોળમાં બે ઇંચ, માંડવીમાં 15 મીમી વરસાદ હતો. ઉપરવાસમાં વરસાદને લઇ શનિવારે સવારે 6 વાગેથી સાંજે 6 વાગે સુધીમાં 56 હજારથી લઇ 45 હજાર સુધીની પાણીની આવક ઉકાઇ ડેમમાં ચાલુ હતી. જેના કારણે ઉકાઇ ડેમની સપાટી 2 ફુટ વધીને 290.87 ફુટ નોંધાઇ હતી. હથનુર ડેમની સપાટી 209 મીટર છે. 16 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. વિયર કમ કોઝવેની સપાટી સાંજે 6 વાગે 6.45 મીટર નોંધાઇ હતી.

ઉકાઇ ડેમનું લેવલ

સમય આવક સપાટી (ફુટમાં)
06:00 45232 289.70

10:00 51510 290.10

12:00 41210 290.28

06:00 41210 290.68

(સવારે 6થી સાંજે 6 સુધી)

અન્ય સમાચારો પણ છે...