• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હરે કૃષ્ણ હરે કૃષ્ણ..હરે રામ રામ..ની ધૂન સાથે સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

હરે કૃષ્ણ હરે કૃષ્ણ..હરે રામ રામ..ની ધૂન સાથે સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં પાંચ સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. જેમાં મુખ્ય રથયાત્રા ઇસ્કોન દ્વારા સ્ટેશન પરથી નીકળી હતી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ..હરે રામ રામ..ની ધૂન અને જય જગન્નાથના નારા શરૂ થયા ને વરસાદના છાંટણા શરૂ થતાં જ ભક્તોએ આનંદોલ્લાસ સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથમાં સવાર જગતનિયંતાનો ભાર ખેંચી જન્મોજન્મના પાપો ધોવા માટે હજારો ભક્તોએ પડાપડી કરી હતી. શનિવારે કલેક્ટર ડો.ધવલ પટેલ અને પોલીસ કમિશનર સતીશ શર્માએ આરતી કરી રેલવે સ્ટેશન પરથી ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. તસવીર- રિતેશ પટેલ

(વિસ્તૃત અહેવાલ પાના નં.2)

અન્ય સમાચારો પણ છે...