• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભેસ્તાન ઉધના વચ્ચે રાણકપુર એક્સપ્રેસ પર પથ્થરમારો, એક મુસાફરનો હોઠ તૂટ્યો

ભેસ્તાન-ઉધના વચ્ચે રાણકપુર એક્સપ્રેસ પર પથ્થરમારો, એક મુસાફરનો હોઠ તૂટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે ઉધના-ભેસ્તાન વચ્ચે રાણકપુર એક્સપ્રેસ પર પથ્થર મારો થયો છે. જેમાં ટ્રેનમાં સવાર એક યાત્રીને હોઠના ભાગે પથ્થર વાગતા યાત્રીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

મુંબઇમાં રહેતા મલારામ પ્રભુભાઇ સોલંકી (28) બાન્દ્રા ટર્મિનસથી 25 ફેબ્રુઆરીએ રાણકપુર એક્સપ્રેસમાં એસ-8 કોચમાં સીટ નંબર 6 પર સવાર થઇને સુરત તરફ આવી રહ્યા હતા. દરમિયાન 7 વાગ્યે આ ટ્રેન ભેસ્તાનથી ઉધના જઇ રહી હતી. તે સમયે અચાનક પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમાં મલારામને હોઠના ભાગે પથ્થર વાગ્યો હતો. 19:20 કલાકે આ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર આવી હતી. જ્યાં મલારામને ઊતારી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. હાલ તેની તબીયત સારી હોવાનું જણાયું છે. આ મામલે રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...