• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વકીલે છૂટાછેડા અપાવ્યા બાદ મહિલાને બીભત્સ ફોટા મોકલ્યા

વકીલે છૂટાછેડા અપાવ્યા બાદ મહિલાને બીભત્સ ફોટા મોકલ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરીમાતા વિસ્તારમાં રહેતી એક મહિલા અસીલને છૂટાછેડા અપાવ્યા બાદ ઓલપાડના વકીલે વોટ્સએપ પર બીભત્સ ફોટો મોકલ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાની ફરીયાદ આધારે ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરીમાતા વિસ્તારમાં રહેતા માયાબેન(નામ બદલ્યું છે)સિલાઈ કામ કરી ગુજરાન ચલાવે છે. વર્ષ 2002માં લગ્નના ત્રણ જ વર્ષ બાદ પતિ પત્ની વચ્ચે મનમેળ ન થતા માયાબેન પિતાના ઘરે રહેવા જતા રહ્યા હતા. 2011માં પતિ પાસેથી છૂટાછેડા માટે માયાબેને ઓલપાડ અશોક નગરમાં રહેતા વકીલ મનીષ પટેલને રોક્યાં હતા. સાત વર્ષ કેસ ચાલ્યા બાદ 17 જુલાઈના રોજ પતિ સાથે છૂટાછેડાનો હુકમ આવ્યો હતો. ગઈ તા.24મી ફેબ્રુઆરીના રોજ મનીષ પટેલે માયાબેનને તેમના મોબાઈલ પર બીભત્સ ફોટોગ્રાફ મોકલ્યા હતા. જેથી માયાબેને તેમના પૂર્વ પતિ સાથે વકીલ મનીષ પટેલ સામે ચોકબજાર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...