• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વીજ કનેક્શનો નહીં મળતાં ખેડૂતોને હાલાકી, બોર બંધ

વીજ કનેક્શનો નહીં મળતાં ખેડૂતોને હાલાકી, બોર બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર.સુરત | દક્ષિણ ગુજરાતમાં પાણીનું સંકટ અને સમયસર વીજ-કનેક્શન નહીં મળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. એકતરફ નહેરોમાં પાણી ખપ પૂરતું અને વીજ-કનેક્શન વગર બોરિંગ પણ નહીં ચાલે તો ખેડૂત પાણી ક્યાંથી લાવશે તે પ્રશ્ન છે. હાલમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં નવાં કનેક્શનો મેળવવા માટે માત્ર ઓલપાડ તાલુકામાં 104 અરજી પેન્ડિંગ છે.

કોંગ્રેસી સભ્યની સીએમને રજૂઆત
હાલમાં ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોએ પાણીના મુદ્દે મોરચો કાઢ્યો હતો. તેમાં નહેરમાં જરૂરી પૂરતું પાણી નહીં આવતું હોવાનો રોષ ઠાલવ્યો હતો. તેવી રીતે હાલ વીજતંત્ર સામે ખેડૂતોમાં પણ જોવા મળી રહ્યો છે. પાણીના મુદ્દે ખેડૂતો નહેરના વૈકલ્પિક સ્ત્રોત તરીકે બોરિંગનું પાણી વાપરવાનો વિચાર કરી રહ્યા છે. આ માટે વીજ-કનેક્શનની જરૂર પડે. તેમાં કંપની દ્વારા વીજ-કનેક્શનો આપવાની ઢીલી નીતિના કારણે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે.આ અંગે ખેડૂત અગ્રણી દર્શન નાયકને કેટલાક ખેડૂતોએ રજૂઆત કરી હતી. આથી તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને જલદીમાં જલદી વીજ કનેક્શનો મળે તે માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે. જેથી નહેરો પરનું ભારણ પણ ઓછું થશે. તેની સાથે જે ખેડૂતો પાસે વીજ-કનેક્શન છે તેમને તમામને દિવસે 12 કલાક નિયમિત વીજ પુરવઠો મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની પણ માંગ કરી છે. સરકાર દ્વારા આ અંગે સકારાત્મકતાથી વિચારવામાં આવે નહીં તો પાક નિષ્ફળ જશે તો ખેડૂતોની સ્થિતિ કફોડી થશે. માટે 12 કલાક વીજ અને કનેક્શનો ઝડપી આપવા જોઈએ.

વીજ અને કનેક્શનની માંગ
આ વર્ષે પાણીની સ્થિતિને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. નહેરમાં પાણી આવતું નથી અને બોરિંગ માટે વીજ-કનેક્શન જોઈએ. આવા સંજોગોમાં વીજ-કનેક્શન માટે જે અરજીઓ પેન્ડિંગ છે તેનો ઝડપી નિકાલ થાય અને 12 કલાક દિવસે વીજ પુરવઠો મળે તો પાણીનું સંકટ દૂર થાય. દર્શન નાયક, જિલ્લા પંચાયત સભ્ય

અન્ય સમાચારો પણ છે...