• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • તેના ગામના લોકો તળાવમાં મૃત માછલાંઓની દુર્ગંધથી ભારે ત્રસ્ત

તેના ગામના લોકો તળાવમાં મૃત માછલાંઓની દુર્ગંધથી ભારે ત્રસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેના ગામના તળાવમાં માછલાં ઉછેરવાના વેપલામાં સેંકડો માછલાં મૃત્યુ પામતાં તળાવનું પાણી ગંધાઈ ઊઠ્યું છે. અસહ્ય દુર્ગંધને કારણે ગામલોકોએ જીવવું દુષ્કર બન્યું છે. તેમજ તળાવમાંથી ઘરના ઉપયોગમાં પાણી વાપરી શકશે નહીં. આના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. આ માટે સોમવારે કલેક્ટરમાં આવેદનપત્ર આપી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરાઈ છે. તેના ગામના તળાવમાં કોઈ અજાણ્યા માછલાં ઉછેરવાના ઉદ્દેશથી તળાવમાં સેંકડો માછલાં નાખી ગયા હતા. જોકે આ માછલાંઓ મૃત્યુ પામતાં તળાવનું પાણી દુર્ગંધ મારવા લાગ્યું હતું. આ અંગેનો અહેવાલ ગઈ તા. 8 ફેબ્રુઆરીએ ‘દિવ્ય ભાસ્કરે’ પ્રગટ કર્યો હતો. જોકે આ ઘટનાને 18 દિવસ વીતી જવા છતાં તંત્રએ નોંધ સુધ્ધા લીધી નથી કે કોઈ પગલાં લીધાં નથી. અસહ્ય દુર્ગંધના કારણે અને પીવાનાં પાણીની અછતના પરિણામે સ્થાનિક લોકો ઉનાળાના પ્રારંભે જ પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...