શનિવારી બજારમાં હપતા ઉઘરાવતા 2ની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારી બજારમાં ઉઘરાણી કરતાં બે હપતાખોરોની અઠવા પોલીસે ધરપકડ કરી છે. ધંધો કરવો હોય તો દર મહિને હપતો અમને ચૂકવવો જ પડશે, તેમ કહી એક મહિલા સહિત ચાર માથાભારે યુવકો ફેરિયાઓ અને પાથરણાવાળાને ધમકી આપી ખંડણી ઉઘરાવતા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાયો હતો. શનિવારી બજારમાં ધંધો કરવો હોય તો દર મહિને હપતાની રકમ આપવી પડશે, તેવી વાત કરી ધંધો બંધ કરાવી દીધો હતો. એટલું જ નહીં, પણ જો અમને પૈસા આપ્યા વગર ધંધો શરૂ કર્યો તો જાનથી મારી નાખીશું, તેવી ધમકી પણ આપી હતી. માથાભારે તત્ત્વો આ રીતે રીતસરની દાદાગીરી સુધી પહોંચી ગયા એ વાત પોલીસ સુધી પહોંચી છે. અઠવા પોલીસ હપતાખોર કનૈયા મારૂતિ સાળુંકે તથા પ્રકાશ લાલ બોલકાવાલાની ધરપકડ કરી છે.