માવતર કમાવતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં રંગકૃપા બંગ્લોઝ ખાતે રહેતાં ભાવનગરના શખ્સે તેની પત્ની અને બે માસૂમ સંતાનોની તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી કરપીણ હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકવાનારી ઘટના બની હતી. ઘટનાના પગલે તાત્કાલિક 108 તેમજ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઘટનામાં પતિની હાલત ગંભીર જણાતાં તેને ભરૂચ સિવિલ બાદ વડોદરા ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર, ભાવનગરના ઉત્તરકૃષ્ણ નગર ખાતે આવેલાં આનંદનગરનો વતની જગદીશ દેવજી સોલંકી તેની પત્ની વંદના તેમજ બે સંતાનો વેદાંત અને રૂપાલી સાથે ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ વિસ્તારમાં આવેલી રંગ કૃપા ...અનુસંધાન પાના નં. 9

ભરૂચના ઝાડેશ્વર રોડ પર રહેતા ભાવનગરના વતનીએ પોતાના બે માસૂમ સંતાનો અને પત્નીની કરપીણ હત્યા કરી અને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પારણામાં બાળકને શાંતિની નિંદર આવે તે માટે સૂવડાવાતું હોય છે પરંતુ ભરૂચના જગદીશે બાળકને મોતની નિંદરમાં સૂવડાવી દીધું.

વંથલી: અસ્થિર માતાએ પુત્રને એસિડ પીવડાવ્યો
વંથલી પંથકનાં રવની ગામે માનસિક અસ્થિર માતાએ પોતાનાં ત્રણ વર્ષનાં પુત્રને એસિડ પીવડાવી ગળુ દબાવી હત્યા કરી નાખ્યાં બાદ પોતે પણ એસિડ પી લઇ જીવનનો અંત આણી દીધો હતો.

સુરત: પિતાનો મહિનાની પુત્રીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ
સલાબતપુરામાં 1 માસની બાળકીનું પિતાએ ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ તેની માતાએ કર્યો છે. બાળકીને સ્મીમેરમાં દાખલ કરાઈ છે. માતાની ફરિયાદના આધારે પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

(વિસ્તૃત અહેવાલ પાના નં.3)

અન્ય સમાચારો પણ છે...