• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઇડીએ 21 હજાર ડોલર સાથે એકને પકડ્યા બાદ છોડી દીધો

ઇડીએ 21 હજાર ડોલર સાથે એકને પકડ્યા બાદ છોડી દીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેવન્યુ રિપોર્ટર.સુરત | ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ) દ્વારા મહારાષ્ટ્રના રહેવાસી એવા અબ્બાસ નામના વ્યક્તિને 21 હજાર યુએસ ડોલર સાથે પકડી તેની પૂછપરછ કરીને મુક્ત કર્યો છે. અધિકારીઓએ કહ્યુ કે આ કેસમાં તપાસ ચાલી રહી છે કે કયા ઉદેશ્ય સાથે આ વ્યક્તિ ડોલર સાથે શહેરમાં ફરી રહ્યા હતો.

ઇડીના સૂત્રોના મુજબ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી અને હાલ સુરત આવેલાં અબ્બાસ નામના ઇસમને ચોકબજારમાંથી ડિટેઇન કરાયો હતો. જેની પાસેથી 21 હજાર ડોલર ( રૂ.13.60 લાખ) મળી આવ્યા હતા. અધિકારીઓ તેને ઇડી ઓફિસ લઇ ગયા હતા. જ્યાં એક કલાક પૂછપરછ બાદ તેનું સ્ટેટમેન્ટ લેવાયું હતું. આ રૂપિયા સાથે આ ઇસમ સુરતમાં શું કરી રહ્યો હતો, તે રૂપિયા કોને આપવાનો હતો, હવાલાનો કોઈ એન્ગલ છે કે નહીં વગેરે બાબતની અધિકારીઓએ તપાસ કરી હતી. અબ્બાસનું સ્ટેટમેન્ટ લઇને અધિકારીઓએ તેને જવા દીધો હતો. ઇડીના સૂત્રોએ આ અંગે વધુ માહિતી આપવાથી ઇન્કાર કરી કેસની તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...