• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હવે ગણેશ ચતુર્થીએ જનોઇ બદલવા માટે શ્રેષ્ઠ દિવસ

હવે ગણેશ ચતુર્થીએ જનોઇ બદલવા માટે શ્રેષ્ઠ દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાસ્ત્રી ડૉ.કર્દમ દવેએ જણાવ્યું કે, ભૂદેવો માટે વર્ષમાં જનોઇ પરિવર્તન માટે શ્રેષ્ઠ દિવસ એટલે નારિયેળી પૂનમ અર્થાત રક્ષાબંધન. વર્ષે ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે છે અને તે ભારતમાં દેખાવાનું હોવાથી પાળવું ફરજિયાત છે. સમય દરમિયાન શુભકાર્યો જેમા જનોઇ પરિવર્તનનો પણ સમાવેશ થાય છે વર્જિત છે.

શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ સુદ-5ને તા.28 જૂલાઇનો દિવસ શ્રેષ્ઠ હતો પણ શહેરમાં ગણતરીના ભૂદેવોએ જનોઇ પરિવર્તન કરી લીધું હતું અને હજુ ઘણાં ભૂદેવોને જનોઇ બદલવાની બાકી છે. હજુ પણ ભૂદેવો માટે જનોઇ બદલવાનો એક અવસર છે. ગણેશ ચતુર્થી શ્રાવણી એટલે સામશ્રાવણીના રોજ બદલવાની રહેશે. સામાન્ય રીતે કેવડા ત્રીજના રોજ જનોઇ બદલાવાની હોય છે એટલે શામશ્રાવણી હોય છે વર્ષે હસ્તનક્ષત્રનો શુભ યોગ ભાદરવા સુદ-4ના દિવસે થતો હોવાથી દિવસે ઉપાકર્મ કરવાનું રહેશે. ભૂદેવો કેવડા ત્રીજના દિવસે પણ જનોઇ પરિવર્તન કરી શકે છે. તા.23મીએ ઉપવાસની બીજ, તા.24ના રોજ કેવડા ત્રીજ અને તા.25મીએ ગણેશ ચતુર્થીને લઇ અનેરું આધ્યાત્મિક વાતાવરણ બંધાશે.

જે ભૂદેવોનું હવે શ્રાવણ સુદ-5ના દિવસે જનોઇ બદલવાનું રહી ગયું છે તેઓ હવે 24 ઓગસ્ટે કેવડા ત્રીજે દિવસે જનોઇ બદલી શકશે. સિવાય ભાદરવા સુદ-4ને તા.25 ઓગસ્ટે હસ્તનક્ષત્રનો દિવસ પણ જનોઇ પરિવર્તન માટે શ્રેષ્ઠત્તમ દિવસ છે.

શ્રાવણી પાંચમે જનોઇ નહીં બદલનાર

હસ્ત નક્ષત્રનો યોગ ગણેશ ચતુર્થીના દિવસે હોય ત્યારે ઉપાકર્મ થઈ શકે

અન્ય સમાચારો પણ છે...