• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શાળાઓમાં ડીઇઓની ઇન્સ્પેક્શન ટીમ નિરીક્ષણ માટે ગમે ત્યારે ત્રાટકશે

શાળાઓમાં ડીઇઓની ઇન્સ્પેક્શન ટીમ નિરીક્ષણ માટે ગમે ત્યારે ત્રાટકશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીસરકારી-ગ્રાન્ટેડ તથા ખાનગી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડીઇઓની ઇન્સ્પેકશન ટીમ આકસ્મિક નિરીક્ષણ માટે આવી શકે છે. તમામ શાળાઓને જરૂરી તમામ રેકર્ડ અને રજિસ્ટરો અપડેટ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યા છે.

શૈક્ષણિક વર્ષ 2017-18ના વાર્ષિક નિરીક્ષણની કામગીરી ડીઇઓ કચેરી દ્વારા સરકારી, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શરૂ કરવામાં આવી છે. તમામ શાળાઓએ વાર્ષિક નિરીક્ષણ અહેવાલની ત્રણ નકલમાં શાળાની સામાન્ય વિગત ભરીને તૈયાર રાખવા સાથે તમામ રેકર્ડ અને રજીસ્ટરો અપડેટ રાખવા ડીઇઓએ પરિપત્ર કર્યો છે. ડીઇઓ પરિપત્ર પાઠવી સૂચના આપી છે કે શાળામાં નિભાવવાના તમામ રેકર્ડસ અને રજીસ્ટરો અદ્યતન રાખવાના રહેશે. જનરલ રજિસ્ટરમાં પૂરેપૂરી તમામ નોંધ હોવી જોઇશે. એલ.સીની ફાઇલ ,વિવિધ ડેડ સ્ટોક રજીસ્ટરો તૈયાર રાખવાના રહેશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું સમય પત્રક અલગ હોવું જોઇશે. તમામ કર્મચારીઓની સર્વિસ બુક જુલાઇ 2017 સુધીના અપડેટ હોવી જોઇએ. દરેક વર્ગના હાજરી પત્રકો તૈયાર રાખવાના રહેશે. શાળાના કર્મચારીઓનું હાજરી પત્રક, શિક્ષકોની દૈનિક નોંધપોથી અને આચાર્યની લોગબુક તૈયાર હોવા જોઇશે. ઉપરાંત વિદ્યાર્થીઓને મળતા લાભ અંગેનો રેકોર્ડ તૈયાર રાખવા પડશે.

શાળાઓને જરૂરી રેકર્ડ-રજિસ્ટરો અપડેટ રાખવા ડીઇઓનો આદેશ

અન્ય સમાચારો પણ છે...