ભાસ્કર ઇન્ટરવ્યૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} સવાલ| તમારી પર પૈસા ઉડે છે, ત્યારે પગ નીચે કચડાતાં હોય છે. તો એવું થઇ શકે કે-એને માતાજીની મૂર્તિ પાસે મુકાય

જવાબ | ડાયરામાંરૂપિયા ઉડાડવામાં આવે છે તે લક્ષ્મીજીનું બિલકુલ અપમાન નથી. વિષ્ણુ ભગવાનનું ચિત્ર જોયું હશે. સમુદ્રમાં વિષ્ણુ ભગવાન જમણા હાથનું ઓશિકું કરીને સુતા છે. લક્ષ્મીજી પગમાં બેઠા છે. એટલે લક્ષ્મીને પગમાં રાખવી જોઈએ. મગજમાં ચડી જાય તો ઘમંડ આવે. રહી વાત રૂપિયા ઉડાડવાની તો વર્ષો પહેલાં લક્ષ્મીજી કલા અને સરસ્વતી પર ઓવારી જવાની વાત થઇ છે.

} સવાલ| સોશિયલ મિડીયા પર તમારા બહુ બધાં ફેન્સ છે, ગીતો કેમ નથી મૂકતા

જવાબ | સોશિયલમિડીયા પર પ્રસિધ્ધ હોય માણસ ખરેખર એટલો પ્રસિધ્ધ હોય જરૂરી નથી. સોશિયલ મિડીયા પર એવા ઘણાં કલાકારો છે, જે ખરા અર્થમાં કંઇ નથી. લાઇકસથી કંઇ નથી વળતું.

} સવાલ| તમને લાગે છે કે ડાયરાએ તળપદી ભાષામાંથી બહાર આવવું જોઇએ

જવાબ | હા,બિલકુલ..! હું ડાયરામાં એટલે હિન્દી અને સૂફી ગાઉં છું. યંગસ્ટર્સ બે ભજનો પણ સાંભળશે.

} સવાલ| તળપદા શબ્દો બધાં સમજી નથી શકતાં, તો એની જગ્યાએ બીજા મૂકી શકાય

જવાબ | શુંકામ ωઅમે છીએ ને એને સમજાવવા માટે..! આપણી પ્રિય ગુજરાતી ભાષાનાં મૂળ શબ્દો તો જળવાવા જોઇએ. લોકોને નહીં સમજાય તો પાંચ વાર પણ સાંભળશે. કોઇને પૂછીને પણ અર્થ જાણી લેશે.

} સવાલ| તમે રાજકોટની ગૌશાળા માટે ડાયરો કર્યો હતો-જેમાં 4.5 કરોડ ભેગા કરેલા. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર પીડિતો માટે કોઇ આયોજન

જવાબ | પૂરપીડિતો માટેનો ડાયરો કરવો છે. આગામી ડાયરો તેના માટે પણ હોઇ શકે છે.

} સવાલ| વોટસએપનાં કારણે ડાયરામાં નવીનતા જળવાતી નથી, વોટ્સએપ પર તરત વિડીયો ફરતો થઇ જાય છે..

જવાબ | નવીનતાનથી જળવાતી એને બદલે આપણે પોઝિટીવલી જોવું જોઇએ. જે માણસો સાંભળવા નથી આવી શકતા વીડિયોથી લાભ લઇ લે છે.

} સવાલ| કલાકારો એકની એક વાત ફરી-ફરીને જુદી રીતે કર્યાં કરે છે. તો માટે તમે શું કહેશો

જવાબ | ઓડિયન્સતો બદલાય ને

} સવાલ| એમણે વોટ્સએપ પર સાંભળી લીધું હોય ને.ω

જવાબ | તેનીમાર્મિકતાનો અર્થ બદલાતો હશે. ગુજરાતી ભાષામાં શબ્દના હજારો અર્થ નીકળે છે. દરેક વખતે કલાકારની મૌલિક રજૂઆત અલગ હોય છે. તમે કેસેટ સાંભળી શકો છો. પણ લાઈવમાં સાંભળવું દરિયામાં નાહવા બરાબર છે-જ્યારે કેસેટમાં સાંભળવું બાથરૂમમાં નાહવા બરાબર છે.

લક્ષ્મી પગમાં સારી,દિમાગમાં ચડાવાય: કીર્તિદાન

અન્ય સમાચારો પણ છે...