તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત સ્ટેશન પર મેડિકલ સ્ટોર શરૂ કરવા આખરે નિર્ણય લેવાયો

સુરત સ્ટેશન પર મેડિકલ સ્ટોર શરૂ કરવા આખરે નિર્ણય લેવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાત્રણ મહિનાથી સુરત, વલસાડ રેલવે સ્ટેશન પર બંધ પડેલા મેડિકલ સ્ટોરને ચાલુ કરવાનો ઓર્ડર મોડી સાંજે રેલવે તંત્રએ કર્યો છે. જેથી શનિવારથી સુરત રેલવે સ્ટેશન પર મેડિકલ સ્ટોર કાર્યરત થવાની શકયતા રહેલી છે.

દેશના તમામ મોટા રેલવે સ્ટેશન પર મુસાફરોને પ્રાથમિક મેડિકલ સુવિધા મળી રહે તે માટે મેડિકલ સ્ટોર શરૂ કરાવ્યા છે, પરંતુ સુરત અને વલસાડ રેલવે સ્ટેશન પરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રિન્યૂ કરવાના વિવાદને કારણે છેલ્લા ત્રણ મહિનાથી સ્ટોલને બંધ કરાવી દીધો હતો. અંગે સ્ટેશનની ફરિયાદ બુકમાં ફરિયાદ પણ થઈ હતી. ઉપરાંત રેલવે મંત્રી સુરેશ પ્રભુને પણ ટ્વિટ કરાયું હતુ. આખરે 15 દિવસ બાદ રેલવે તંત્ર જાગ્યું છે. મુંબઇ ડિવિઝને શુક્રવારે મોડી સાંજે સુરત સ્ટેશન પરના મેડિકલ સ્ટોરને શરૂ કરવા ઓર્ડર કર્યો છે. રેલવેના અધિકારીઓની આડોડાઇ હતી, જ્યારે બીજી તરફ અધિકારીઓ એવું કહી રહ્યા હતા કે લાઇસન્સની મુદત પૂરી થઇ ગઇ છે, જ્યારે રેલવે તંત્રએ સ્ટોલધારક પાસેથી ઓકટોબર મહિના સુધીની લાઇસન્સ ફી વસૂલી લીધી છે.

9મીએ પ્રસિદ્ધ થયેલો અહેવાલ

સુરત અને વલસાડ રેલવે સ્ટેશનના ત્રણ મહિનાથી બંધ પડેલા મેડિકલ સ્ટોરને ફરી ચાલુ કરવાનો ઓર્ડર

અન્ય સમાચારો પણ છે...