તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રી પાસે 30% GST લેતો ક્લાર્ક રજા પર ઊતરી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલથાણ સ્ટેશન પર સાંજે સુરત ભૂસાવલ પેસેન્જરમાં મોટાભાગે શ્રમજીવીઓ જતા હોવાથી બુકિંગ કલાર્ક તેમની પાસેથી વધુ નાણાં ખંખેરી લેતા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. દિવ્ય ભાસ્કરે ઉઘાડી લૂંટનું સ્ટિંગ ઓપરેશન કરી અહેવાલ પ્રસિદ્ધ કર્યો તો બુકિંગ કલાર્ક લાંબી રજા પર ઉતરી ગયો છે. અંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં બુકિંગ કલાર્કનો વીડિયો બહાર આવ્યો છે. જો કે, તે રજા પર હોવાથી કાર્યવાહી થઇ શકશે નહીં. પરત આવ્યા બાદ તેની સામે ખાતાકીય તપાસ કરીને કાર્યવાહી કરાશે. રેલવે તંત્રમાં કરંટ ટિકિટ રદ કરાવવા 30 રૂપિયાની વસૂલાત કરીને બાકીના નાણાં પરત અપાય છે. જ્યારે કલાર્ક 30 રૂપિયાના બદલે 30 ટકા જીએસટીના નામે નાણાં કાપતો હતો. તેથી 100થી વધુ રૂપિયા મુસાફર પાસેથી ખંખેરીને બાકીના નાણાં ગજવે ઘાલવામાં આવતા હતા. અહેવાલને પગલે ચલથાણ સહિતના રેલવે સ્ટેશનોના ભ્રષ્ટ ક્લાર્કોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

શુક્રવારે પ્રસિદ્ધ થયેલો અહેવાલ

ચલથાણ સ્ટેશને ધુપ્પલ ચલાવતો બુકિંગ ક્લાર્ક ફરજ પર આવે એટલે ખાતાકીય તપાસ કરવા રેલવેનો નિર્ણય

ડીબી સ્ટારમાં સ્ટિંગ ઓપરેશન પ્રસિદ્ધ થતાં ફફડાટ

અન્ય સમાચારો પણ છે...