તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોકરીના નામે 5.75 લાખની ઠગાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મહીધરપુરાના ટ્રાવેલ્સ એજન્ટે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને યુવકોની પાસેથી લાખોની રકમ ખંખેરી ઓફિસ બંધ કરીને ભાગી ગયો છે. હાલમાં એક વિદ્યાથીએ પોણા લાખની ચીટીંગની ફરિયાદ નોંધાવી છે. જ્યારે હજુ ચીટીંગનો આંક 50 લાખથી વધુ છે. વરાછા ખાતે રહેતા પંકજ ઈશ્વર ગઢીયા પાર્ટ ટાઈમ જોબ કરીને એલએલબીનો અભ્યાસ કરે છે. તેઓ દિલ્હીગેટની સ્વાતિ ચેમ્બર્સમાં ભાડેની ઓફિસમાં સાંઈ ઓવરસીસના નામથી ટ્રાવેલ્સ એજન્સી ખોલી છે. ઈન્ડોનેશીયા જવા માટે વિદ્યાથીએ રૂ.5.75 લાખની રકમ આપી છે. એજન્ટે તેને ઈ્ન્ડોનેશીયા ખાતે ત્રણ મહિના ફેરવીને બાદમાં નોકરી આપીને પરત ભારત લાવ્યો છે. વિદ્યાર્થીની ફરિયાદ લઈને મહીધરપુરા પોલીસે ટ્રાવેલ્સ એજન્ટ નિરવ રમણીક કાપડીયા અને સુમિત નરેન્દ્વસિંહની સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...