તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જજે વકીલને કહ્યું ‘તમારું મોઢું જોવું મને ગમતું નથી’

જજે વકીલને કહ્યું ‘તમારું મોઢું જોવું મને ગમતું નથી’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્ટ સંકુલમાં વાત વાયુવેગે પ્રેસરી જતાં 150 થી 200 જેટલાં બારના હોદ્દાદાર-વકીલો કોર્ટ રૂમમાં પહોંચી ગયા હતા અને રજૂઆત કરી હતી જેથી કોર્ટે પણ વકીલોની રજૂઆત સાંભળી મામલે દુખ વ્યક્ત કર્યું હતુ. નોંધનીય છે કે ચેક બાઉન્સની કોર્ટ દ્વારા કેટલાંક વકીલો સાથે ગેર વર્તણૂક કરવા મામલે હાલ વકીલોએ બંને કોર્ટનો અઠવાડિયા સુધી બહિષ્કાર કરવાનો ઠરાવ સામાન્ય સભામાં પસાર કર્યો હતો.

આજે એક વકીલ કોર્ટમાં કેસની સુનાવણી હોય રજૂઆત કરવા માટે ગયા હતા. પરંતુ કોર્ટે રજૂઆત સાંભળવાની જગ્યાએ સીધુ એમ કહી દીધુ હતુ કે મને તમારુ મોઢું જોવુ ગમતુ નથી એક વકીલ સાથે રીતનો વ્યવહાર કરાતા કોર્ટરૂમમાંઉપસ્થિત વકીલો અને પક્ષકારો પણ અવાક બની ગયા હતા. થોડી વારમાં વાત અન્ય વકીલોમાં પ્રસરી ગઈ હતી. જેથી જજ સમક્ષ રજૂઆત કરવા માટે વકીલો સીધા કોર્ટ સુધી પહોંચી ગયા હતા. હાલ વકીલો બે કોર્ટની કામગીરીથી અળગા રહ્યા છે. આજે મિટિંગમાં અઠવાડિયા સુધી કોર્ટમાં નહીં જવાના ઠરાવને વળગીર રહેવાનું નક્કી કરાયું હતંુ.

ઘટનાની જાણ થતાં વકીલો જજ પાસે ગયા, રજૂઆત થઈ, આખરે મામલો થાળે પડ્યો

અન્ય સમાચારો પણ છે...