તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિરણ પારઘી | સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિરણ પારઘી | સુરત

ચારેતરફમંદીના વાદળો છવાયેલા છે, સામાજિક અને આર્થિક નિર્વાહ યુવાધનને આત્મઘાત સુધી દોરવા મજબૂર કરી રહ્યા છે. ગુરુભગવંતોને સંજોગો ખુબ વ્યથિત કરી ગયા છે. તુ તારી જાતને સંભાળી લે... પ્રવચન સમસ્યાના નિવારણની દિશામાં એક સકારાત્મક પ્રયાસ છે. જાણીતા પ્રવચનકાર દ્વારા જીવનલક્ષી પ્રવચન અપાશે.

આચાર્ય સમ પંન્યાસ પ્રવર ચન્દ્રશેખર વિજયજી મહારાજના શિષ્ય રત્ન પંન્યાસ પદ્મદર્શન વિજય મહારાજે જણાવ્યું કે, આજનો યુગ ઇઝી અને ઇન્સ્ટન્ટ મનીનો છે. સંપત્તિનો ચસ્કો સવાર થયા પછી વ્યક્તિ ક્યારેય પીછેહટ કરી શકતો નથી. ક્રિકેટ જગતમાં પણ મેચની હાર-જીત માટે સટ્ટા ખેલાઇ રહ્યા છે કેટલાય યુવાનો આવા શોર્ટકટમાં બરબાદ થઇ રહ્યા છે. 20 જૂલાઇ ગુરુવારે બપોરે 3થી 4:30 કલાકે દરમિયાન મહિધરપુરા હિરાબજાર ખાતે ડાયમંડ વિલેજમાં યુવાનો માટે ખાસ ‘તું તને સંભાળી લે....’ વિષય પર પ્રવચન યોજાશે. પ્રવચન પ્રેરણાદાયી છે એટલે માત્ર જૈન પરંતુ જૈનેત્તર યુવકોને પણ જાહેર આમંત્રણ અપાયું છે. વર્તમાન સંજોગોમાં આપઘાત અને ડિપ્રેશનની માનસિક્તામાંથી બહાર આવી જીવનલક્ષી ઉર્જા કેળવવા માર્ગદર્શન અપાશે.

{ કિસ્સો:1 પ્રથમઆપઘાતના કિસ્સામાં મૂળ કારણ શેર-સટ્ટો હતો. યુવાનના 4 મહિના પહેલા લગ્ન થયા હતા. પરિવાર પર ખુશહાલ હતો પણ મેચમાં સટ્ટામાં લોખો રૂપિયા હારી જતાં આપઘાત કરી લીધો હતો.

{કિસ્સો:2 બીજાઆપઘતના કિસ્સામાં પણ મૂળ કારણ શેર-સટ્ટો હતો. ભારત-પાકિસ્તાનની મેચમાં લાખો રૂપિયા હારી જતાં આપઘાત કરી લીધો હતો. પરિવારમાં પત્નિ અને એક પુત્રી હતી જ્યારે પિતા સંસાર ત્યાગ કરી ચુક્યા હતા અને માતાને માથે આભ તૂટી પડ્યું છે.

{કિસ્સો:3 યુવાનઉત્તર ગુજરાતના ગામનો છે પણ તેણે અમદાવાદમાં મંદીને કારણે આપઘાત કરી લીધો હતો.

આપઘાત કરનાર પાલ વિસ્તારના યુવાનોની ઉંમર 18થી 25 વર્ષ સુધીની છે અને તમામના પરિવારો ખુબ સારા અને અધ્યાત્મિકતાવાળા છે. તમામ આપઘાત માત્ર 20 દિવસની અંદર થયા હતા.

તમામની ઉંમર 18થી 25 વર્ષ

વર્તમાનમાં યુવાનો દ્વારા કરાતાં આપઘાત અને ડિપ્રેશન મુદ્દે મુનિ જીવલક્ષી માહિતી આપશે

‘તું તને સંભાળી લે....’ એક પહેલ હતાશા સામે

અન્ય સમાચારો પણ છે...