તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક-એક માર્કેટ ખોલવાની પોલીસની નીતિ સફળ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કાપડમાર્કેટમાં ચાલી રહેલી વિરોધ પ્રદર્શનના કારણે દરરોજ લાખો લોકોની રોજીરોટી પર અસર પડી રહી હતી, જે બાબતથી પોલીસ કમિશનર સતીશ શર્મા ખૂબ ચિંતિત હતા. સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવી શકેω તે બાબતે તેમણે શહેરના કેટલાક અગ્રણીઓ સાથે ચર્ચા-ગોષ્ઠી પણ કરી હતી. જેમાંથી એક વાત તેમને ગમી અને નક્કી કર્યું કે, સમસ્યાનું નિરાકરણ હવે એક-એક માર્કેટ ખોલાવીને કરવામાં આવશે. ઇમાનદારીથી કાપડનો ધંધો કરવા માગતા વેપારીઓને પોલીસ પ્રોટેક્શન મળી રહે અને ધંધા સાથે સંકળાયેલા લોકોની રોજીરોટ શરૂ થાય તે માટે કમિશનરે ફૂલ પોલીસ પ્રોટેક્શન સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...