તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શહેરમાં વરસાદની આગાહી, એક મિ.મી. પણ નોંધાયો નહિં

શહેરમાં વરસાદની આગાહી, એક મિ.મી. પણ નોંધાયો નહિં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં એક પણ મીમી વરસાદ નોંધાયો નથી. જો કે આગામી બે દિવસ હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. મંગળવારે પવનની ગતિ ડબલ થઇને 14 કિમી પ્રતિકલાકની રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે શહેરમાં ભારે વરસાદની આગાહી હતી. જો કે વરસાદ નહીં નોંધાતા મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રીનો વધારો થયો છે. જ્યારે લધુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો સામાન્ય ઘટાડો નોંધાયો છે. શહેરમાં આગામી 48 કલાક મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...